ભરૂચ: નર્મદા ડેમમાંથી 2.45 લાખ ક્યુસેક પાણી છોડાયુ, નદીનું જળસ્તર વધવાની સંભાવનાના પગલે કાંઠા વિસ્તારમાં એલર્ટ

સરદાર સરોવર નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી વિપુલ માત્રામાં પાણીની આવક થઈ રહી છે જેના પગલે ડેમમાંથી 2.45 લાખ પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે

New Update
  • સરદાર સરોવર નર્મદા ડેમમાંથી છોડાયુ પાણી

  • 2.45 લાખ ક્યુસેક પાણી છોડાયું પાણી

  • નર્મદા નદીનું જળસ્તર વધવાની સંભાવના

  • કાંઠા વિસ્તારના ગામોમાં એલર્ટ

સરદાર સરોવર નર્મદા ડેમમાંથી 2.45 લાખ પાણી છોડાતા ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટી વધવાની સંભાવના છે જેના પગલે અંકલેશ્વરના 14 સહિત કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
સમગ્ર રાજ્યમાં ભાદરવા માસમાં મેઘરાજા ભરપૂર વરસી રહ્યા છે ત્યારે ગુજરાતની જીવા દોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં પણ ઉપરવાસમાંથી વિપુલ માત્રામાં પાણીની આવક થઈ રહી છે જેના પગલે ડેમમાંથી 2.45 લાખ પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે ડેમમાંથી પાણી છોડવામાં આવતા ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટી વધવાની શક્યતા છે. જેના પગલે વહીવટી તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે.
ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીનું જળસ્તર વોર્નિંગ લેવલ 22 ફૂટ પાસે પહોંચે તેવી શક્યતા છે. જેના પગલે તંત્ર દ્વારા અંકલેશ્વરના કાંઠા વિસ્તારના 14 સહિત અન્ય ગામોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે સાથે જ માછીમારોને નદીમાં ન જવાની પણ સૂચના આપી દેવામાં આવી છે. નર્મદા નદીના જળસ્તર વધવાની સંભાવનાની સ્થિતિના પગલે તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.
Latest Stories