ભરૂચજિલ્લાનાશુકલતીર્થગામ નજીકભારે પવન સાથે વરસાદવરસતા ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે.
મળતી માહિતી અનુસાર શુક્લતીર્થ ગામના પાટિયાનજીક ભારે પવન સાથે વરસેલા વરસાદમાંમહાકાય વૃક્ષમાર્ગ પર ધરાશાયી થઈનેપડતાપસાર થઈ રહેલકાર અને રિક્ષાવૃક્ષની ભારદાર ડાળીઓ નીચે દબાય હતી. અકસ્માત એટલો ભયંકર હતો કે,રીક્ષામાં સવાર એકમહિલામુસાફરનુંઘટના સ્થળે જ કમકમાટીભર્યુંમોતનીપજ્યું હતું, જ્યારે અંકલેશ્વરથીકારમાં સવાર થઈમેચ રમવા આવેલકેટલાક યુવાનોને પણઇજાઓ પહોચી હતી.
અકસ્માતના બનાવમાંકારમાં સવાર ડ્રાઈવર સહિત6 લોકો ફસાયાહતા. બનાવની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો, જ્યાં કારમાં ફસાયેલાલોકોનેબહાર કાઢવા માટે રેસક્યું હાથ ધરવામાં આવ્યું હતું. JCBની મદદથીકારમાં ફસાયેલા લોકોનેબહાર કાઢી108 એમ્બ્યુલન્સમારફતેસારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતના પગલે ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ અન્ય ઈજગ્રસ્તોની હાલત પણ ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું. જે પૈકી વધુ 2 યુવાનોના સારવાર દરમ્યાન મોત નીપજ્યાં હતા, ત્યારે હાલ તો પોલીસે અકસ્માતે 3 લોકોના મોતનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.