ભરૂચ: વાલિયાના 4 અસામાજિક તત્વોને ત્યાં પોલીસ અને વીજ કંપનીના દરોડા, રૂ.2 લાખનો દંડ ફટકારાયો

વાલિયા PI એમ.બી.તોમરે પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અસામાજીક તત્વોનુ લિસ્ટ તૈયાર કરાવડાવી PSI કે.બી. ડોડીયાએ ટીમ સાથે કાર્યવાહી હાથ ધરી.....

New Update
Valia Police

અસામાજીક તત્વોના ઘરે વિજ કનેકશન અંગે DGVCL ના અધિકારીઓની ટીમ સાથે દરોડો પાડ્યો હતો. જેમાં રામપરા ગામે ધર્મેશ ઉર્ફે ધમો વસાવા, પીઠોર ગામે નરેશ ઠાકોરભાઇ વસાવા, વિઠ્ઠલ ગામે રાહુલ સુરેશ વસાવા અને પણસોલી ગામે અરૂણ વિનુભાઇ વસાવાના ઘરે દરોડો પાડવામાં આવ્યો હતો.

જેમાં ચારેય આરોપી લંગર નાખી વીજ ચોરી આચરતા ઝડપાઇ ગયા હતા. તો ત્રણ આરોપીના ઘરે વીજ મીટર જ લીધેલું નહિ હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. ચારેય અસામાજિક તત્વોને વીજ ચોરી બદલ ₹ 2 લાખથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો હતો. ચારેય આરોપીઓ સામે 20 થી વધુ ગુનાઓ નોંધાયેલા હોય પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરાઈ હતી.

Latest Stories