અંકલેશ્વર: કોસમડી ગામના તળાવમાં 40 વર્ષીય રાજસ્થાની વેપારીનો આપઘાત, મોતની છલાંગ પૂર્વેના CCTV ફૂટેજ બહાર આવ્યા

અંકલેશ્વર જીઆઇડીસીમાં સ્ટીલનો વેપાર કરતા રાજસ્થાની વેપારીએ કોસમડી ગામના તળાવમાં મોતની છલાંગ લગાવી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે...

New Update
  • અંકલેશ્વરના કોસમડી ગામનો બનાવ

  • ગામના તળાવમાં વેપારીએ કર્યો આપઘાત

  • જીઆઇડીસીમાં સ્ટીલનો વેપાર કરતા હતા

  • આપઘાત પૂર્વેના સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા

  • જીઆઇડીસી પોલીસે તપાસ શરૂ કરી 

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલી જલધારા ચોકડી નજીક આવેલ મારૂતિ નંદન સોસાયટીમાં રહેતા નિરમા સ્ટીલ નામની દુકાન ધરાવતા રાજસ્થાની વેપારી હરિરામ કિશનલાલ બિસ્નોઈ તારીખ 29મી ઓગસ્ટના રોજ બપોરના સમયે ઘરેથી કંઈ પણ કહ્યા વગર નીકળી ગયા હતા ત્યારે પરિવારજનોએ  તેઓની શોધખોળ શરૂ કરી હતી દરમ્યાન આજે સવારના સમયે તેઓનો મૃતદેહ અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામના તળાવમાંથી મળી આવ્યો હતો.
આ અંગેની જાણ થતા જ પરિવારજનો અને પોલીસ કાફલો ઘટના પહોંચ્યો હતો અને તેઓના મૃતદેહને તળાવના પાણીમાંથી બહાર કાઢ્યો હતો. વેપારી અંતિમ પગલું ભરવા જાય છે તે પૂર્વેના તળાવ નજીક બાગમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ સામે આવ્યા છે.40 વર્ષીય વેપારીએ અંતિમવાદી પગલું શા માટે ભર્યું તેનું રહસ્ય હજુ અકબંધ છે ત્યારે જીઆઇડીસી પોલીસે મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
Latest Stories