ભરૂચ-અંકલેશ્વરના ૯ જેટલા કુત્રિમ કુંડમાં શ્રીજીની 5 હજારથી પ્રતિમાઓનું વિસર્જન, વૈજ્ઞાનિક ઢબે કરાશે નિકાલ

ભરૂચ-અંકલેશ્વરમાં ૯ કૃત્રિમ કુંડમાં વિસર્જન કરવામાં આવેલ પ્લાસ્ટર ઓફ પેરીસની ગણેશજીની પ્રતિમાઓનું વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવશે 

New Update

ભરૂચ અંકલેશ્વરમાં ગણેશ વિસર્જન સંપન્ન

કૃત્રિમ કુંડમાં કરાયુ વિસર્જન

9 કૃત્રિમ કુંડમાં 5 હજાર પ્રતિમાઓનું વિસર્જન

વૈજ્ઞાનિક ઢબે કરાશે નિકાલ

બેઇલ કંપનીમાં પી.ઓ.પી.ની મૂર્તિઓનો કરાશે નિકાલ

ભરૂચ-અંકલેશ્વરમાં ૯ કૃત્રિમ કુંડમાં વિસર્જન કરવામાં આવેલ પ્લાસ્ટર ઓફ પેરીસની ગણેશજીની પ્રતિમાઓનું વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવશે 
ભરૂચ અંકલેશ્વર શહેર-તાલુકામાં ગતરોજ અનંત ચૌદશના રોજ તંત્ર દ્વારા ઉભા કરવામાં આવેલ કુત્રિમ કુંડમાં ઈકોફ્રેન્ડલી અને પી.ઓ.પીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.ભરૂચમાં ગણેશ વિસર્જન માટે મકતમપૂર,જેબી મોદી અને ગાયત્રી કુંડ એમ ત્રણ કેટલા કૃત્રિમ કુંડ ઉભા કરવામાં આવ્યા હતા જે ત્રણેય કુંડોમાં અનંત ચૌદશના રોજ મકતમપુરના કુંડમાં ૪૫૬ અને જેબી મોદી પાસેના કૃત્રિમ કુંડમાં ૭૮૬ અને ગાયત્રી મંદિર પાસેના કૃત્રિમ કુંડમાં ૬૨૦ મળી કુલ ૧૮૪૪ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.આ તમામ કૃત્રિમ કુંડમાં વિસર્જન કરવામાં આવેલ પ્લાસ્ટર ઓફ પેરીસની ગણેશજીની પ્રતિમાઓનું વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવશે.
તો ગતરોજ અનંત ચૌદશના રોજ તંત્ર દ્વારા ઉભા કરવામાં આવેલ કુત્રિમ કુંડમાં ઈકોફ્રેન્ડલી અને પી.ઓ.પીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ ઈ.એસ.આઈ.સી.હોસ્પિટલ સામેના કૃત્રિમ કુંડમાં ૧૦ દિવસ સુધીમાં કુલ ૩૦૭૦ જેટલી શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.જયારે સુરવાડી ગામના તળાવમાં ૩૫૫ અને જળકુંડમાં ૧૮૨ તેમજ જૂની દીવી ગામના બળિયા બાપજીના મંદિર પાસેના કુંડમાં ૪૩૬,સંજાલી ગામના કુંડમાં ૧૩ જેટલી મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.આમ ભરૂચ-અંકલેશ્વરના ૯ જેટલા કુત્રિમ કુંડમાં ૫ હજારથી વધુ ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.આ પ્રતિમાઓને એકત્રિત કરવા સાથે નોટિફાઇડ ઓથોરીટી અને ડીપીએમસી દ્વારા વૈજ્ઞાનિક ધબે નિકાલ કરવા તૈયારી શરુ કરી છે.અને ભક્તોની લાગણી નહિ દુભાય તેની ખાસ કાળજી રાખી આ તમામ પ્રતિમાઓનું નિકાલ કરવામાં આવશે.
Read the Next Article

ભરૂચ: PM કિસાન સન્માન નિધિનો લાભ મેળવવા ફાર્મર રજીસ્ટ્રીની નોંધણી કરાવવી ફરજિયાત, ખેડૂતોને સત્વરે નોંધણી કરાવવા અનુરોધ

ભારત સરકાર દ્રારા ખેડૂત આઇડી (ફાર્મર રજીસ્ટ્રી)ની નોંધણી ફરજિયાત કરવામાં આવી છે. ૨૦મો હપ્તો રિલીઝ થાય ત્યારે નોંધણી કરાવવાની બાકી હશે તેવા ખેડૂતો પીએમ કિસાન યોજનાના લાભથી વંચિત રહેશે

New Update
Farmer Registry
પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાના આગામી એટલે કે, ૨૦માં હપ્તાનો લાભમેળવવા માટે ભારત સરકાર દ્રારા ખેડૂત આઇડી (ફાર્મર રજીસ્ટ્રી)ની નોંધણી ફરજિયાત કરવામાં આવી છે. ૨૦મો હપ્તો રિલીઝ થાય ત્યારે નોંધણી કરાવવાની બાકી હશે તેવા ખેડૂતો પીએમ કિસાન યોજનાના લાભથી વંચિત રહેશે. પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાનો આગામી ૨૦મો હપ્તો ટૂંક સમયમાં રીલીઝ થનાર હોઈ સત્વરે નોંધણી કરાવવી આવશ્યક છે. એટલા માટે જ, બાકી રહી ગયેલા ખેડૂતો સત્વરે ફાર્મર રજીસ્ટ્રીમાં નોંધણી કરાવી શકે તે માટે અત્યારે ગ્રામ્ય કક્ષાએ ઝુંબેશ સ્વરુપે નોંધણી કરવામાં આવી રહી છે.
ખેડૂત લાભાર્થીઓએ સત્વરે નોંધણી કરાવવા માટે ગામના તલાટી કમ મંત્રી અથવા ગ્રામસેવકનો સંપર્ક કરવાનો રહેશે. આ ઉપરાંત ખેડૂતો જાતે ઘરેથી મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી પણ નોંધણી કરી શકે છે. કોમન સર્વિસ સેન્ટર (CSC) અથવા ગ્રામ પંચાયતમાં કોમ્પ્યુટર ઓપરેટર મારફતે પણ ખેડૂત નોંધણી કરાવી શકે છે.