અંકલેશ્વર: ગડખોલ ગામ નજીક જળકુંડમાં ડૂબી જતા 5 વર્ષીય બાળકનું મોત, વરસાદના પગલે કુંડમાં ભરાયા હતા પાણી

જળકુંડ નજીકમાં રમી રહેલા 2 બાળકો કુંડમાં પડ્યા હતા જે પૈકી 5 વર્ષીય એક બાળકનું મોત નીપજ્યું હતું જ્યારે અન્ય એક બાળકનો આબાદ બચાવ થયો...

New Update
  • અંકલેશ્વરના ગડખોલ ગામ નજીકનો બનાવ

  • કુંડમાં ડૂબી જતાં બાળકનું મોત

  • છઠ પૂજા માટે બનાવાયા હતા કુંડ

  • વરસાદના પગલે કુંડમાં ભરાયા હતા પાણી

  • બી ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી

અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામના મહેન્દ્રનગરમાં છઠ પૂજા માટે બનાવાયેલા જળ કુંડમાં ડૂબી જતા પાંચ વર્ષીય બાળકનું મોત નીપજ્યું હતું. અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામના મહેન્દ્રનગરમાં વરસાદી માહોલ વચ્ચે મોટી દુર્ઘટના સામે આવી હતી મહેન્દ્ર નગરમાં ઉત્તર ભારતીયોના પર્વ છઠ પૂજા માટે બનાવાયેલા જળકુંડમાં ભારે વરસાદના પગલે પાણી ભરાયા હતા આ દરમિયાન નજીકમાં રમી રહેલા 2 બાળકો કુંડમાં પડ્યા હતા જે પૈકી 5 વર્ષીય એક બાળકનું મોત નીપજ્યું હતું જ્યારે અન્ય એક બાળકનો આબાદ બચાવ થયો હતો.
આ અંગેની જાણ થતાં સ્થાનિકો ભેગા થઈ ગયા હતા અને બાળકના મૃતદેહને કુંડમાંથી બહાર કાઢ્યો હતો બનાવની જાણ થતાની સાથે જ બી ડિવિઝન પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને બાળકના મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડયો હતો.આ મામલે બી ડિવિઝન પોલીસે અકસ્માત મોત અંગેનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. તો બીજી તરફ ન્યાયની માંગ સાથે લોકોએ હોબાળો મચાવ્યો હતો. પોલીસે મોડી રાત્રે પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો.
Latest Stories