ભરૂચ જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘટના કારણે બાળકોના શૈક્ષણિક કાર્ય પર અસર પડી રહી હતી.
શિક્ષકો ન હોવાથી વિદ્યાર્થીઓને ભણાવવામાં મુશ્કેલી થઈ રહી હતી ત્યારે આ અંગેની રજૂઆત રાજ્ય સરકારમાં કરવામાં આવી હતી ત્યારે રાજ્ય સરકાર દ્વારા ભરૂચ જિલ્લાની પ્રાથમિક શાળા માટે 548 વિદ્યાસહાયકની ભરતી માટેની મંજૂરી આપવામાં આવી છે.દિવાળી પહેલા વિદ્યા સહાયકોની ભરતી માટેની મંજૂરી આપવામાં આવતા આવનારા એક મહિનામાં વિદ્યાસહાયકોની ભરતીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જેના કારણે ભરૂચ જિલ્લામાં પ્રાથમિક શિક્ષકોની જે ઘટ છે તે પૂરી થશે.ધોરણ એકથી પાંચ માટે 233 અને ધોરણ છ થી આઠ માટે 315 શિક્ષકોની ભરતી કરવામાં આવશે.