New Update
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચને મળી સફળતા
વાલિયા નજીક ફાર્મ હાઉસમાં પાડ્યા દરોડા
જુગાર રમતા 6 જુગારી ઝડપાયા
કોંગ્રેસ આગેવાન ફતેસિંહ વસાવાની ધરપકડ
એસઆરપીનો જવાન પણ ઝડપાયો
ભરૂચ એલસીબીએ વાલિયા તાલુકાના વટારીયા ગામ પાસે સુગર ફેકટરી સામે આવેલ ફાર્મ હાઉસમાં જુગાર રમતા કોંગ્રેસના ઝઘડિયાના વિધાનસભા ઉમેદવાર રહી ચૂકેલા ફતેસિંગ વસાવા સહિત 6 જુગારીયાઓને 10.88 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ વાલિયા તાલુકામાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે વાલિયા તાલુકાના વટારીયા ગામ પાસે સુગર ફેકટરી સામે આવેલ ફતેસિંગ વસાવા પોતાના ફાર્મ હાઉસમાં બહારથી માણસો બોલાવી જુગાર રમાડી રહ્યો છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.પોલીસે સ્થળ પરથી રોકડા 3.23 લાખ અને 4 મોબાઈલ ફોન તેમજ એક ફોર વહીલર મળી કુલ 10.88 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
અને મુખ્ય સૂત્રધાર અંકલેશ્વરના કોસમડી પાસે આવેલ સરગમ રેસિડેન્સીમાં રહેતો જુગારી ફતેસિંહ ચીમન વસાવા,મુકેશ શંકર ભોઈ,જસપાલસિંગ નેહાલસિંગ સિકલીગર,મેહુલકુમાર ભૂરા પ્રસાદ દવે સહિત 6 જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા.જ્યારે એક જુગારી ફરાર થઇ ગયો હતો.અત્રે ઉલ્લેખનીય છેકે મુખ્ય સૂત્રધાર ફતેસિંગ વસાવા ઝઘડિયા વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે પણ રહી ચૂક્યા છે.તો એસ.આર.પી ગ્રૂપ રૂપ નગરના પોલીસ કર્મી પણ આ જુગારમાં ઝડપાયો હતો.
Latest Stories