ભરૂચ: SOGની 7 ટીમોએ 44 બાંગ્લાદેશી ઘુષણખોરોને ઝડપી પાડ્યા, પોલીસ હેડક્વાર્ટર ખાતે પૂછપરછ શરૂ કરાય

સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની કુલ 7 અલગ અલગ ટીમોએ ભરૂચના વિવિધ વિસ્તારોમાં દરોડા પાડી ઘુષણખોરીના આરોપ હેઠળ કુલ 44 બાંગ્લાદેશી નાગરિકોને ઝડપી લીધા

New Update
  • ભરૂચ પોલીસની મોટી કાર્યવાહી

  • જિલ્લામાં ચલાવાયું સર્ચ ઓપરેશન

  • 7 ટીમોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું

  • 44 બાંગ્લાદેશીઓ ઝડપાયા

  • તમામની પૂછપરછ શરૂ કરાય

ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમે મેગા સર્ચ ઓપરેશન હાથ ધરી જિલ્લામાંથી 44 બાંગ્લાદેશી ઘુષણખોરોને ઝડપી પાડવામાં આવ્યા હતા પહેલગામ હુમલાના પગલે દેશભરમાં સુરક્ષા એજન્સીઓ સતર્ક બની ગઈ છે.ભરૂચમાંઘુષણખોરોને શોધી કાઢવા તંત્ર એક્શન મોડમાં છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા બાંગ્લાદેશી ઘુષણખોરો સામે એક મેગા સેર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
48 કલાકના સતત અભિયાનમાં કુલ 7 અલગ અલગ ટીમોએ ભરૂચના વિવિધ વિસ્તારોમાં દરોડા પાડી ઘુષણખોરીના આરોપ હેઠળ કુલ 44 બાંગ્લાદેશી નાગરિકોને ઝડપી લીધા છે. ઝડપાયેલા લોકોમાં 11 પુરુષ, 18 મહિલા અને 15 બાળકોનો સમાવેશ થાય છે.ભરૂચ પોલીસ હેડક્વાર્ટર ખાતે તમામ વિદેશી નાગરિકોની પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. 
Read the Next Article

ભરૂચ : આમોદના મલ્લા તળાવ નજીક દાંડી માર્ગ પરથી વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો, પોલીસે તપાસ શરૂ કરી

ભરૂચ આમોદના મલ્લા તળાવ નજીક દાંડી માર્ગ પર એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાસ્થળે પહોંચેલી આમોદ પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે

New Update
guj

ભરૂચ આમોદના મલ્લા તળાવ નજીક દાંડી માર્ગ પર એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો.

ઘટનાસ્થળે પહોંચેલી આમોદ પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે અને મૃતદેહની ઓળખ મેળવવા પ્રયાસો શરૂ કર્યા છે. જો કોઈ વ્યક્તિને આ મૃતદેહ વિશે માહિતી હોય અથવા ઓળખ કરી શકે, તો તેમણે તાત્કાલિક આમોદ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવાનો અનુરોધ કરવામાં આવ્યો છે.આમોદ પોલીસે જણાવ્યું કે મૃતકના સગા–સંબંધીઓ સુધી માહિતી ઝડપથી પહોંચે તે માટે લોક સહકાર જરૂરી છે.