ભરૂચ પોલીસની “સ્પેશ્યલ ડ્રાઈવ” : માત્ર 3 દિવસમાં ભાડુઆત રજીસ્ટ્રેશન-પરપ્રાંતીય શ્રમિકોના વેરીફીકેશન અંગે જાહેરનામા ભંગના 708 ગુન્હા દાખલ...

સ્પેશ્યલ ડ્રાઈવ અંતર્ગત ભાડુઆત રજીસ્ટ્રેશન/પરપ્રાંતીય શ્રમિકોના વેરીફીકેશન અંગેના જાહેરનામા ભંગના કુલ 708 ગુન્હા દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી

New Update
Police Special Drive

ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા સ્પેશ્યલ ડ્રાઈવ અંતર્ગત માત્ર 3 દિવસમાં ભાડુઆત રજીસ્ટ્રેશન/પરપ્રાંતીય શ્રમિકોના વેરીફીકેશન અંગેના જાહેરનામા ભંગના કુલ 708 ગુન્હા દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુસર વડોદરા વિભાગ પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાની સુચના અને માર્ગદર્શનના આધારે ભરૂચ જીલ્લા મેજીસ્ટ્રેટ અને કલેકટર દ્વારા વિવિધ જાહેરનામા બહાર પાડવામાં આવ્યા હતા. જે અનુસંધાને ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુસર પરપ્રાંતિય ઇસમોને મકાન/દુકાનો ભાડે આપેલ તેમજ પરપ્રાંતિય શ્રમિકોના વેરીફીકેશન અંગે ચેકીંગ હાથ ધરવા માટે તા. 16થી 18 મે-2025 સુધી 3 દિવસ માટે સ્પેશ્યલ ડ્રાઈવ રાખવામાં આવી હતી. 

sd

આ સ્પેશ્યલ ડ્રાઈવ દરમ્યાન ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા પોલીસ મથકના આધારે અલગ અલગ ટીમો બનાવી ચેકીંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ભાડુઆત રજીસ્ટ્રેશન/પરપ્રાંતીય શ્રમિકોના વેરીફીકેશન અંગે નોંધણી ન કરવનાર વિરૂદ્ધ જાહેરનામા ભંગના કુલ 708 કેસ નોંધવામાં આવ્યા છે. આ સાથે જ ભારતીય ન્યાય સંહિતા (B.N.S) 2023ની કલમ 223 (B) મુજબ ગુન્હા દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વધુમાં આવનાર દિવસોમાં પણ જાહેરનામા ભંગના અમલીકરણ અંગે ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા સ્પેશ્યલ ડ્રાઈવ અંતર્ગત તપાસ કામગીરી યથાવત રાખવામાં આવનાર છે.