અંકલેશ્વરમાંથી 14 વર્ષીય યુવક ગુમ થતા પરિવારજનો ચિંતિત બન્યા

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના ગજાનંદ સોસાયટીમાં રહેતા પ્રજાપતિ પરિવારનો 14 વર્ષીય યુવક અચાનક ગુમ થઈ જતા પરિવાર ચિંતાગ્રસ્ત બની ગયો છે.

New Update
a
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના ગજાનંદ સોસાયટીમાં રહેતા પ્રજાપતિ પરિવારનો 14 વર્ષીય યુવક અચાનક ગુમ થઈ જતા પરિવાર ચિંતાગ્રસ્ત બની ગયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરની ગજાનંદ સોસાયટીમાં રહેતા દિપક પ્રજાપતિનો 14 વર્ષીય જૈનિલ સ્વામી વિવેકાનંદ ગુજરાતી માધ્યમ શાળામાં અભ્યાસ કરે છે. તારીખ 25મી સપ્ટેમ્બર બુધવારની સાંજે 5 કલાકે જૈનિલ ઘરેથી બહાર નીકળ્યો હતો,જોકે સમય અવધિ વીતી ગયા બાદ પણ જૈનિલ ઘરે પરત ન આવતા પરિવારજનો ચિંતાગ્રસ્ત બની ગયા હતા,અને જૈનિલનાં મિત્રો અને સગા સંબંધીઓ સહિત ઠેર ઠેર જૈનિલની સઘન શોધખોળ કરી હતી,જોકે તેના કોઈ જ સઘળ મળ્યા નહોતા,આ ઘટના અંગે પરિવારે અંકલેશ્વર શહેર પોલીસ મથકમાં જૈનિલ ગુમ થવા અંગેની ફરિયાદ દર્જ કરાવી હતી.અને પોલીસે પણ જૈનિલની શોધખોળ શરૂ કરી હતી.
a

જૈનિલ અંગે કોઈને પણ કોઈ પણ જાણકારી મળે તો દિપક પ્રજાપતિ 9904068361 અને વિજય પ્રજાપતિ 7777937970 ના મોબાઈલ નંબર પર સંપર્ક કરવા વિનંતી કરવામાં આવી છે.

Latest Stories