ભરૂચ : નેત્રંગના ખરેઠા ગામે શંકાસ્પદ ચાંદીપુરાથી 3 વર્ષના બાળકનું મોત, ધાણીખૂંટના બાળકનો રિપોર્ટ નેગેટિવ

ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના ખરેઠા ગામે શંકાસ્પદ ચાંદીપુરા કેસના કારણે 3 વર્ષના માસૂમ બાળકનું મોત નિપજ્યું છે, જ્યારે ધાણીખૂટ ગામના બાળકનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

New Update

ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના ખરેઠા ગામે શંકાસ્પદ ચાંદીપુરા કેસના કારણે 3 વર્ષના માસૂમ બાળકનું મોત નિપજ્યું છેજ્યારે ધાણીખૂટ ગામના બાળકનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના ખરેઠા ગામ ખાતે 3 વર્ષના બાળકને ખૂબ તાવ અને ખેચ આવતા તેમાં ચાંદીપુરા વાયરસ જેવા શંકાસ્પદ લક્ષણો દેખાતા તાત્કાલિક ધોરણે બાળકને સારવાર અર્થે વડોદરાની ગોત્રી હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યો હતોજ્યાં સારવાર દરમ્યાન તા. 26 જુલાઇએ બપોરના સમયે તેનું મોત નિપજ્યું હતું. બાળકને ચાંદીપુરા પોઝીટીવ હતો કેકેમ તેનો રિપોર્ટ આવતા હજુ 5 દિવસનો સમય લાગશે. જોકેરિપોર્ટ આવતા પૂર્વે જ બાળકનું મોત નિપજ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કેઆ અગાઉ નેત્રંગ તાલુકાના ધાણીખૂંટ ગામેથી ચાંદીપુરા વાયરસનો શંકાસ્પદ કેસ મળી આવ્યો હતો. જોકેઆ બાળકનો રિપોર્ટ નિગેટિવ આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.

Latest Stories