New Update
/connect-gujarat/media/media_files/2025/11/18/bike-and-car-accident-2025-11-18-17-02-04.jpg)
ભરૂચના તવરા રોડ પર આવેલા પેટ્રોલપંપ નજીક અકસ્માત સર્જાયો હતો. પેટ્રોલપંપ પાસે ટર્ન લેતી કાર સાથે બાઈક ભટકાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના દ્રશ્યો નજીકમાં લગાવવામાં આવેલ સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. બાઈક ચાલક ઝડપથી આવી રહ્યો હતો ત્યારે કારે અચાનક વળાંક લીધો હતો. પરિણામે બાઈક સીધી કાર સાથે અથડાઈ ગઈ. અકસ્માતમાં બાઈક ચાલક તેમજ કારમાં બેઠેલી મહિલાને ઈજા પહોંચી છે. બંનેને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
Latest Stories