અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા આયોજન કરાયું
કુમાળપાળ ગાંધી બ્લડ સેન્ટરનો પણ સાંપડ્યો સહયોગ
બ્લડ ડોનેશન કેમ્પનું આયોજનમાં લોકો સહભાગી થયા
મોટી સંખ્યામાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું
AIA સભ્યો સહિત મોટી સંખ્યામાં રક્તદાતાઓની હાજરી
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન તથા કુમાળપાળ ગાંધી બ્લડ સેન્ટરના સંયુક્ત ઉપકમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC વિસ્તાર સ્થિત સિનિયર સીટીઝન એક્ટિવિટી સેન્ટર ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન તથા કુમાળપાળ ગાંધી બ્લડ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે આયોજિત બ્લડ ડોનેશન કેમ્પમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું. આ પ્રસંગે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ વિમલ જેઠવા, સેક્રેટરી નિલેશ પટેલ, પ્રોજેક્ટ ચેરમેન ભુપેન્દ્ર પટેલ સહિત અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના સભ્યો તેમજ મોટી સંખ્યામાં રક્તદાતાઓ ઉપસ્થિત રહ્યા હતા.