ભરૂચ: દારૂની મહેફિલ માણનાર હાંસોટ પોલીસ મથકના ASI સહિત 7 લોકો સામે ગુનો દાખલ, વિડીયો થયો હતો વાયરલ

દારૂની મહેફીલનો વિડીયો વાયરલ થવાના મામલામાં આખરે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.એએસઆઈ અને જીઆરડી સભ્ય સહિત કુલ સાત લોકો સામે હાંસોટ પોલીસ મથકમાં પ્રોહિબીશન અંગેનો ગુનો દાખલ કરાયો

New Update
  • ભરૂચમાં બહાર આવ્યો હતો ચકચારી મામલો

  • પોલીસકર્મીઓની દારૂની મહેફિલનો વિડીયો થયો હતો વાયરલ

  • હાંસોટ પોલીસ મથકમાં ગુનો દાખલ કરાયો

  • ASI સહિત 7 લોકો સામે પ્રોહીબિશનનો ગુનો દાખલ

ભરૂચના હાંસોટ પોલીસ મથકના પોલીસકર્મીઓની દારૂની મહેફીલનો વિડીયો વાયરલ થવાના મામલામાં આખરે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.એએસઆઈ અને જીઆરડી સભ્ય સહિત કુલ સાત લોકો સામે હાંસોટ પોલીસ મથકમાં પ્રોહિબીશન અંગેનો ગુનો દાખલ કરાયો છે

ભરૂચના હાંસોટ પોલીસ મથકના પોલીસકર્મીઓની દારૂની મહેફીલનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.આ મામલે ભરૂચ જિલ્લા પોલીસવડા મયુર ચાવડા દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા.પોલીસની તપાસ બાદ અંતે દારૂની મહેફિલ માણનાર પોલીસકર્મીઓ સહિત કુલ 7 લોકો સામે હાંસોટ પોલીસ મથકમાં પ્રોહિબિશન અંગેનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

હાંસોટ પોલીસ મથકમાં એ.એસ.આઈ. તરીકે ફરજ બજાવતા હિતેશ પરમાર અને જી.આર.ડી. સભ્ય ઠાકોર પટેલ સહિત કુલ સાત લોકો સામે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આ મામલામાં  જી આર ડી સભ્ય ઠાકોરભાઈ ગોમાનભાઇ પટેલ, મુજાદ મોહંમદ ઝફર મોહંમદ સફીક ઉર્ફે બાબુ શેખ,મોહંમદ સફીક અબ્દુલ મજીદ શેખ, નાસીરભાઈ, એ.એસ.આઈ. હિતેશભાઈ દેવજીભાઈ પરમાર, મહંમદ અનીસ મહંમદ યુનુસ મેમણ અને  રઈશભાઈ નામના શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

અમેરિકાથી પરત આવેલ નાસીર મિર્ઝાએ પોલીસ કર્મીઓ માટે મહેફિલનું આયોજન કર્યું હોવાનું બહાર આવ્યું છે અને આ મહેફિલ હાંસોટમાં આવેલ એક ભઠ્ઠા પર યોજાઇ હતી જેમાં પોલીસકર્મી નશાની હાલતમાં ડાન્સ કરતા હોવાનું વીડિયોમાં સ્પષ્ટ જણાયું હતું. પોલીસ કર્મીઓ દારૂબંધીના લીરેલીરા ઉડાવતા નજરે પડતા જિલ્લા પોલીસવડાએ તપાસના આદેશ આપતા અંતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ કર્મીઓ સામે પ્રોસેબિશન અંગેનો ગુનો દાખલ થતાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
Latest Stories