New Update
અંકલેશ્વર જીઆઇડીસીનો બનાવ
સુદામા એસ્ટેટ નજીક સર્જાયો અકસ્માત
મોપેડ અને બાઈક વચ્ચે અકસ્માત
બાઈક સવાર યુવાનને ઇજા
મોપેડ સવાર 2 યુવતીનો બચાવ
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ સુદામા એસ્ટેટ પાસેના ડેટોક્ષ કંપની નજીક મોપેડ અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયા યુવાનને ઈજાઓ પહોંચી હતી.અંકલેશ્વર જી.આઈ.ડી.સીમાં આવેલ સુદામા એસ્ટેટ પાસેના ડેટોક્ષ કંપની નજીકથી એક બાઈક સવાર પસાર થઇ રહ્યો હતો તે દરમિયાન પુરપાટ ઝડપે ધસી આવેલ મોપેડ ચાલક યુવતીએ બાઈકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતમાં યુવાનને ઈજાઓ પહોંચી હતી જેને તાત્કાલિક સારવાર અર્થે ૧૦૮ સેવાની મદદ વડે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.જયારે મોપેડે ચાલક યુવતી સહીત અન્ય યુવતીને કોઈ પણ જાતની ઈજાઓ પહોંચી ન હતી.
Latest Stories