New Update
અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન
જીઆઈડીસીમાં કરાયુ આયોજન
વિવિધ સંસ્થાઓ દ્વારા આયોજન
મહામંત્રી પ્રશાંત કોરાટનું કરાયુ સન્માન
મંત્રી ઇશ્વરસિંહ પટેલ રહ્યા ઉપસ્થિત
અંકલેશ્વર નોટિફાઇડ એરિયામાં દક્ષિણ ગુજરાત ઝોન પ્રભારી તરીકે નિમણુંક પામેલ અને પ્રદેશ મહામંત્રી ડો.પ્રશાંત કોરાટનો સમસ્ત ઔદ્યોગિક સમાજ અને વિવિધ સામાજિક સંસ્થાઓના સ્નેહીજનો દ્વારા અભિવાદન સમારોહ યોજાયો હતો.જેમાં વિવિધ સંસ્થાઓ અને ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રતિનિધિઓએ મહામંત્રી ડો.પ્રશાંત કોરાટનું સન્માન કરી આવકાર્યા હતા.
આ અભિવાદન સમારોહમાં મંત્રી ઈશ્વરસિંહ પટેલએ ડો.પ્રશાંત કોરાટના પિતા સ્વ.સવજી કોરાટને યાદ કરી તેઓના પુત્રએ પણ પિતાની જેમ જ પાર્ટીમાં ખૂબ સારી કામગીરી કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું.આ કાર્યક્રમમાં ભાજપના જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી,પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાંસિયા,પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ,ગંગાદાસ બાપુ,નોટિફાઇડ એરિયા ભાજપ પ્રમુખ જય તેરૈયા,પૂર્વ પ્રમુખ જશું ચૌધરી સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories