New Update
/connect-gujarat/media/media_files/2025/09/24/bharuch-viral-video-2025-09-24-17-02-54.jpg)
ભરૂચ જીઆઇડીસી સ્થિત મિકકો ચોકડી પાસે એસટી બસ અને કાર વચ્ચે ઓવરટેક મામલે વિવાદ સર્જાયો હતો.નર્મદા ચોકડીથી એબીસી ચોકડી સુધી પુર ઝડપે દોડતા વાહનો વચ્ચે એસટી બસ આગળ વધવા જતાં કાર ચાલકે તેને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો. આ દરમ્યાન થયેલી માથાકૂટ બાદ કાર ચાલકે બસના કંડકટરને જાહેરમાં માર માર્યો હોવાની ઘટના બની હતી જે અંગેનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે.
ઘટના બાદ ત્યાં હાજર લોકોએ હોબાળો મચાવ્યો હતો. ભરૂચમાં એસટી બસો પુર ઝડપે દોડતી હોવાના કારણે અકસ્માતો સર્જાતા હોવાના આક્ષેપો સ્થાનિકોમાંથી થઈ રહ્યા છે.
Latest Stories