ભરૂચ વડીલોના ઘર ખાતે "આશીર્વાદ" કાર્યક્રમ અંતર્ગત નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો

ભરૂચ વડીલોના ઘર ખાતે કાર્યક્રમ “આશીર્વાદ” અંતર્ગત નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પમાં હૃદય રોગ,કિડની રોગ સહિત ગાયનેકોલોજિસ્ટ તબીબોએ સેવા આપી હતી

author-image
By Connect Gujarat Desk
New Update

ભારત વિકાસ પરિષદ અને લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી (NSS યુનિટ) સહિત વિપ્ર ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે ભરૂચ કસક ખાતેના વડીલોના ઘર ખાતે કાર્યક્રમ “આશીર્વાદ” અંતર્ગત નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો,જેમાં NSS યુનિટના વિદ્યાર્થીઓએ વડીલો માટે પત્ર લખીને પોતાની લાગણી વ્યક્ત કરી હતી.

ભરૂચ વડીલોના ઘર ખાતે કાર્યક્રમ “આશીર્વાદ” અંતર્ગત નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પમાં હૃદય રોગ,કિડની રોગ સહિત ગાયનેકોલોજિસ્ટ તબીબોએ સેવા આપી હતી,અને 65 વડીલોના સ્વાસ્થ્યની તપાસ કરીને યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું.

ભરૂચ વડીલોના ઘર ખાતે "આશીર્વાદ" કાર્યક્રમ અંતર્ગત નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો

ભરૂચ વડીલોના ઘર ખાતે "આશીર્વાદ" કાર્યક્રમ અંતર્ગત નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો #bharuch #LakshminarayanDevCollege #BharuchElderlyHome, #FreeMedicalCamp, #Gynecologist, #HeartDisease, #KidneyDisease, #HealthGuidance #LakshminarayanDevCollege, #NSSStudents, #LettersOfLove, #VolunteerHonor, #IndianCulture, #EyeCare, #BharatVikasParishad, #KanubhaiParmar,#india

Posted by Connect Gujarat on Sunday, July 28, 2024

લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી કોલેજના ટ્રસ્ટી યોગેશ પારીકની પ્રેરણાથી આયોજિત કાર્યક્રમ "આશીર્વાદ" અંતર્ગત NSSના વિદ્યાર્થીઓએ વડીલો પ્રત્યે સ્નેહ, આદરભાવ વ્યક્ત કરવા માટે પત્ર લખીને સાથે લાવ્યા હતા.જ્યારે ભારત વિકાસ પરિષદ દ્વારા વડીલો માટે ભોજનની વ્યવસ્થા કરીને પોતાના હાથ તેમને ભોજન પીરસીને પ્રેમ પૂર્વક જમાડ્યા હતા.તેમજ વીપ્ર ફાઉન્ડેશન દ્વારા કાર્યક્રમમાં સહભાગી તમામ સેવાભાવીઓનું ખેસ પહેરાવીને સન્માન કરવામાં આવ્યું હતું.

લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી કોલેજના ટ્રસ્ટી યોગેશ પારીકે આ પ્રસંગે જણાવ્યું હતું કે કોલેજના યુવા વિદ્યાર્થીઓમાં વડીલો પ્રત્યે હંમેશા માનસન્માન જળવાય રહે અને વડીલોનો છાંયડો હંમેશા બાળકોને મળતો રહે તેવી પ્રેરણા સાથે NSSના વિદ્યાર્થીઓએ વડીલો માટે પત્ર લખીને લાવ્યા હતા,અને વડીલોને વાંચી સંભળાવતા તેઓએ સ્મિત સાથે ભાવવિભોર બની ગયા હતા,આ ઉપરાંત કોલેજના NSS વિદ્યાર્થીઓ દર મહિને કસક વડીલોના ઘરની મુલાકાત લેશે અને તેમના સ્વાસ્થ્યની કાળજી પણ લેશે,વધુમાં જે પણ વડીલોને આંખના નંબર ની તકલીફ હશે તો તેમનું નિદાન નિઃશુલ્ક કરીને તેમને યોગ્ય ચશ્મા આપીને સેવાકીય પ્રયાસ કરવાનું પણ યોગેશ પારીકે જણાવ્યું હતું.

જ્યારે ભારત વિકાસ પરિષદના પ્રમુખ કનુભાઈ પરમારે જણાવ્યું હતું કે વડીલોનું સન્માન એજ અમારું સન્માન છે,વડીલોને પ્રેમ અને આદર પૂર્વક જમાડીને ભારતીય સંસ્કૃતિનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

વીપ્ર ફાઉન્ડેશન કે આર જોષીએ જણાવ્યું હતું કે ભારતીય વિકાસ પરિષદના પ્રાંતના મહિલા સહસંયોજીકા અને કાર્યક્રમના કોઓર્ડીનેટર રૂપલબેન જોષીએ ખુબજ પ્રેરણાદાયક અને સુંદર કાર્યક્રમનું આયોજન કર્યું હતું,તેથી તેમને ખેસ પહેરાવીને સન્માન કરી તેમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.  

આ કાર્યક્રમમાં ભારત વિકાસ પરિષદના પ્રમુખ કનુભાઈ પરમાર,સેક્રેટરી પરેશ લાડ,ભાસ્કર પટેલ,ભાસ્કર આચાર્ય,પ્રાંતના મહિલા સહસંયોજીકા અને કાર્યક્રમના કોઓર્ડીનેટર રૂપલબેન જોષી,સહ કોઓર્ડીનેટર અનંતા આચાર્ય,સહિત વિપ્રો ફાઉન્ડેશનના કે.આર.જોષી,સંદીપ શર્મા,અને બજરંગ સાશ્વત સહિત સેવાભાવી સભ્યો  ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. 

 

 

Latest Stories