ભરૂચ: વહીવટી તંત્ર દ્વારા કોલેજ રોડ પર ભવ્ય તિરંગા યાત્રા યોજાય

હર ઘર તિરંગા મહોત્સવ અંતર્ગત ભરૂચ વહીવટી તંત્ર દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

New Update

હર ઘર તિરંગા મહોત્સવ અંતર્ગત ભરૂચ વહીવટી તંત્ર દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

સમગ્ર દેશમાં હર ઘર તિરંગા મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. સરકાર દ્વારા રાજ્યભરમાં તિરંગા યાત્રા યોજી લોકોને રાષ્ટ્રધ્વજ સાથે હર ઘર તિરંગા અભિયાનને વધુ વેગ આપવા ઠેર ઠેર લોકજાગૃતિ માટેનું આયોજન કરવામાં આવી રહ્યું છે.જેના ભાગરૂપે ભરૂચ જિલ્લા વહીવટી તત્ર  દ્વારા ભોલાવ સર્કિટ હાઉસથી એબીસી સર્કલ સુધી તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું.ભોલાવ એસટી ડેપો ખાતે યાત્રાનું અભિવાદ કરી એબીસી સર્કલ પર યાત્રાનું સમાપન  કરવામા આવ્યું હતું.આ તિરંગા યાત્રામાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી,જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી,તાલુકા પંચાયત પ્રમુખ કૌશિક પટેલ, પ્રાંત અધિકારી મનીષા મનાણી,ગ્રામ્ય મામલદાર માધવી મિસ્ત્રી,સહિત વિવિધ શાળાના વિદ્યાર્થીઓ અને  નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

#Bharuch #CGNews #Bharuch administration #Tiranga Yatra #Har Ghar Tiranga Abhiyan
Here are a few more articles:
Read the Next Article