New Update
ભરૂચના ઝાડેશ્વર સ્થિત બી.એ.પી.એસ.સ્વામિનારાયણ મંદિરના હોલ ખાતે શિક્ષણનીતિમાં માતૃભાષાનું મહત્વ વટથી ગુજરાતી કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચના ઝાડેશ્વર ખાતેના બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિરના હોલ ખાતે ભરૂચ જિલ્લા પંચાયત, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી, જિલ્લા શિક્ષણાધિકારી કચેરી તથા માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાનના સંયુક્ત ઉપક્રમે નવી શિક્ષણનીતિમાં માતૃભાષાનું મહત્વ વટથી ગુજરાતી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે સાહિત્યકાર સાંઈરામ દવે, ઉપરાંત શ્યામલ મુનશી,સૌમિલ મુનશી, આરતી મુનશી, તુષાર શુક્લ તેમજ લોકગાયક અભેસિંહ રાઠોડ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
ગાયક અને સાહિત્યકાર સાંઈરામ દવે, ઉપરાંત શ્યામલ મુનશી,સૌમિલ મુનશી,આરતી મુનશી, તુષાર શુક્લ તેમજ લોકગાયક અભેસિંહ રાઠોડે વિશેષ ઉપસ્થિત રહી તેઓની ચિરપરિચિત શૈલીમાં ગુજરાતી ભાષાની અસ્મિતા અને આવશ્યકતાને વર્ણવી નવી શિક્ષણ નીતિમાં માતૃભાષાનું મહત્વ સમજાવ્યું હતું. જેનો જિલ્લાની વિવિધ શાળાઓના 400થી વધુ શિક્ષકમિત્રોએ લાભ લીધો હતો.આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી પ્રશાંત જોષી, જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાઓલ , જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સચિન શાહ તેમજ માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન, ભરૂચના સંયોજક ડો.મહેશ ઠાકર સહિત અન્ય શિક્ષણ ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories