New Update
ભરૂચના હાંસોટમાં આવેલું છે તીર્થક્ષેત્ર
હનુમાન ટેકરી ખાતે કરાશે નિર્માણ
નર્મદા પરિક્રમાવાસીઓ માટે હોલનું નિર્માણ કરાશે
મંત્રી ઇશ્વરસિંહ પટેલના હસ્તે ખાતમુહૂર્ત
નર્મદા યાગ અને કુંવારીકાઓનું પૂજન કરાયુ
ભરૂચના હાંસોટ વિસ્તારમાં આવેલા તીર્થક્ષેત્ર હનુમાન ટેકરી ખાતે નર્મદા પરિક્રમાવાસીઓ માટે સુવિધાસભર હોલનું નિર્માણ શરૂ થયું છે. ભરૂચ જિલ્લા પંચાયત તરફથી ફાળવાયેલી રૂ. 36 લાખની ગ્રાન્ટ દ્વારા આ હોલ બનાવવામાં આવશે. હોલના ખાતમુહૂર્તનો કાર્યક્રમ રાજ્યના જળસંપત્તિ મંત્રી ઇશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં યોજાયો હતો.આ પ્રસંગે હનુમાન ટેકરી ખાતે 17મો સાલગીરી મહોત્સવ અને નર્મદા યાગનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું.
યાગ દરમિયાન 2100 કુંવારીકાઓનું પૂજન કરવામાં આવ્યું હતું.ખાતમુહૂર્તના કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્ર વાંસદીયા, હાંસોટ તાલુકા પંચાયત પ્રમુખ સંગીતા સોલંકી, કારોબારી અધ્યક્ષ જયેશ પટેલ, પંડવાઈ સુગરના વાઇસ ચેરમેન અનિલ પટેલ, રામદાસજી ત્યાગીજી મહારાજ સહિત સંતો-મહંતો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા.સ્થાનિક તીર્થક્ષેત્ર પર બનનારો આ નવો હોલ નર્મદા પરિક્રમાવાસીઓ માટે આરામ અને ધાર્મિક પ્રવૃત્તિઓ માટે મહત્વપૂર્ણ સુવિધા ઉભી કરશે તેવી આશા વ્યક્ત થઈ રહી છે.
Latest Stories