New Update
અંકલેશ્વરથી હાંસોટ અને સુરતને જોડતો સ્ટેટ હાઇવે આવેલો છે આ સ્ટેટ હાઇવે પર હાંસોટના ઉતરાજ ગામ નજીક મુખ્ય માર્ગને અડીને જ મોટો ભુવો પડ્યો છે.પાણીના નિકાલ માટે નાળુ બનાવવામાં આવ્યું છે એ જ સ્થળે જમીન ધસી પડતા આખે આખી કાર સમાય જાય એટલો મોટો ભુવો પડ્યો છે જેના પગલે અકસ્માતની દહેશત વ્યક્ત કરવામાં આવી રહી છે.
રાત્રિના અંધારામાં ભુવો નજરે ન પડતા અકસ્માત થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ માર્ગ પરથી સેંકડો વાહન ચાલકો પસાર થાય છે ત્યારે મુખ્ય માર્ગને અડીને જ ભુવો પડતા દોડધામ મટી જવા પામી હતી. ભુવાનું તાત્કાલિક સમારકામ કરાવવામાં આવે તેવી આસપાસના ગ્રામજનો માંગ કરી રહ્યા છે.
Latest Stories