અંકલેશ્વર: શ્રી ઠાકોરભાઈ પટેલ કોલેજમાં એન્ટી રેગીંગ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ વિષય પર વ્યાખ્યાન યોજાયું

અંકલેશ્વરની શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટસ અને કૉમર્સ કૉલેજ ખાતે એન્ટિ રેગિંગ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ એન્ડ મેન્ટલ હેલ્થ  વિષય પર વ્યાખ્યાન યોજાયું.

New Update
kdkl

અંકલેશ્વરની શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટસ અને કૉમર્સ કૉલેજ ખાતે એન્ટિ રેગિંગ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ એન્ડ મેન્ટલ હેલ્થ  વિષય પર વ્યાખ્યાન યોજાયું.

સેક્સ્યુઅલ હેરેસ્મેમેન્ટ સેલ અને એન્ટિ રેગિંગ તથા સ્ટુડન્ટ્સ ગ્રીવાન્સ સેલ દ્વારા શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટસ અને કૉમર્સ કૉલેજ અંકલેશ્વરના આચાર્ય ડૉ.જી.કે.નંદાના માર્ગદર્શન હેઠળ એન્ટિ રેગિંગ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ એન્ડ મેન્ટલ હેલ્થ વિષય પર વ્યાખ્યાન યોજાયું હતું.જેમાં મનોચિકિત્સક હાર્દિક પારેખએ સ્યુસાઇડ દિવસે દિવસે વધે છે.કેટલીક ગેમને લીધે પણ માનસિકતા પર અસર થઈ છે સાથે મોબાઇલની આડ અસરો,એન્ટી રેગિંગ અને સેક્સ્યુઅલ હેરેસ્ટમેન્ટ વિશે વિસ્તૃત વક્તવ્ય રજૂ કર્યું હતું.
આ વ્યખ્યાનમાં પૂર્વ આચાર્ય ડૉ.હેમંત દેસાઈ એનએસએસ પ્રોગ્રામ ઑફિસર્સ ડૉ. નિશા વસાવા, ડૉ. જગદીશ કંથારીયા તેમજ એનએસએસના સ્વયંસેવકો ભૌતિક પટેલ, નિતેશ વસાવા,જીયા ગાંધી સહિતના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories