ભરૂચ : નેત્રંગના કામલીયા ગામે દીપડાનું બચ્ચું ખાડામાં ખાબક્યું, વનકર્મીઓએ કર્યું રેસ્ક્યું...

ખાડામાં દીપડાનું એક વર્ષીય બચ્ચું ફસાઇ જવાની જાણ ગામના સરપંચ અને રહીશોએ નેત્રંગ વન વિભાગ અધિકારીઓને કરતાં તાત્કાલિક જરૂરી સાધન-સામગ્રી સાથે ઘટના સ્થળ પર પહોંચી રેસ્ક્યુંની કામગીરી શરૂ કરી હતી

New Update
Leopard Cub

ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના કામલીયા ગામે એક દીપડો ખાડામાં ખાબક્યો હતોત્યારે વનકર્મીઓએ તાત્કાલીક ઘટનાસ્થળ પર દોડી જઈ રેસક્યું હાથ ધરી દીપડાને બહાર કાઢ્યો હતો. મળતી માહિતી અનુસારભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના કામલીયા ગામમાં આવેલ ખેતરમાં કૂવાની બાજુમાં પાઇપલાઇન ઉતારવાના ખાડામાં દીપડાનું એક વર્ષીય બચ્ચું ફસાઇ જવાની જાણ ગામના સરપંચ અને રહીશોએ નેત્રંગ વન વિભાગના આરએફઓ એમ.એફ.દિવાનને કરતાં તાત્કાલિક જરૂરી સાધન-સામગ્રી સાથે ઘટના સ્થળ પર પહોંચી રેસ્ક્યુંની કામગીરી શરૂ કરી હતીજ્યાં ભારે જહેમત ઉઠાવ્યા બાદ દીપડાને બચાવી લેવામાં આવતા રાહતનો શ્વાસ લીધો હતો.

દીપડો ખાડામાં ફસાયા હોવાની જાણ વાયુવેગે પ્રસરતા ઘટના સ્થળે લોકટોળા ઉમટી પડ્યા હતા. ઉલ્લેખનીય છે કેભરૂચ જીલ્લાના વાલીયાઝઘડીયા અને નેત્રંગ તાલુકો વન્યપ્રાણીના વસવાટ માટે જાણે અભ્યારણ બની જવા પામ્યા છે. કારણ કેઅવારનવાર દીપડાઓ માનવ વસ્તીમાં નજરે પડવા અને પાંજરે પુરવાની ઘટના પ્રકાશમાં આવતી હોય છે. પરંતુ વર્ષો પહેલા અંબાજી-ઉમરગામ સુધીના જંગલ વિસ્તારમાં વન્યપ્રાણીઓ જ વસવાટ કરી રહ્યા હતા. પરંતુ છાશવારે ગેરકાયદેસર લાકડાનું કટીંગ અને માનવ વસ્તી જંગલ વિસ્તાર ઉપર હાવી થઈ જતાં આજે પરીસ્થિતિ અલગ ઉદભવી છે.

Read the Next Article

ભરૂચ : જિલ્લા જેલમાંથી આજીવન કેદની સજા ભોગવી રહેલા કેદીની 14 વર્ષ બાદ વહેલી મુક્તિથી પરિવારજનોમાં ખુશી

 ભરૂચ જિલ્લા જેલ ખાતે મર્ડર કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા કેદી (કેદી ક્રમાંક 35359) નવીન ઝીણાભાઈ પટેલને રાજ્ય સરકારના નિર્ણય મુજબ આજે વહેલી મુક્તિ મળી હતી.

New Update

આજીવન કેળના કેદીની મુક્તિ

14 વર્ષ બાદ જેલમાંથી મળી મુક્તિ

જેલ અધિક્ષક દ્વારા કરવામાં આવી કાર્યવાહી

સારા વર્તનથી જેલમાંથી મળી મુક્તિ

પરિવારજનોમાં સર્જાયા લાગણીસભર દ્રશ્યો

ભરૂચ જિલ્લા જેલ ખાતે મર્ડર કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા કેદી (કેદી ક્રમાંક 35359) નવીન ઝીણાભાઈ પટેલને રાજ્ય સરકારના નિર્ણય મુજબ આજે વહેલી મુક્તિ મળી હતી. તેમણે અત્યાર સુધી 14 વર્ષથી વધુ સમય જેલમાં વિતાવ્યા હતા અને સમગ્ર અવધિ દરમિયાન તેમનું વર્તન ઉત્તમ રહ્યું હતું.

જેલ અધિક્ષકે જણાવ્યું હતું કેભારતીય ન્યાય સંહિતા (B.N.S.S.)ની કલમ-473 મુજબ પાત્રતા ધરાવતા કેદીની વહેલી મુક્તિ માટે જેલ અધિક્ષક વી.એમ.ચાવડાએ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. સંબંધિત અધિકારીઓ અને જેલ સલાહકાર સમિતિ પાસેથી હકારાત્મક અભિપ્રાય મેળવી સરકારને દરખાસ્ત મોકલવામાં આવી હતી. રાજ્ય સરકારે બાકી રહેલી સજા માફ કરી તેમને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો.જેલ બહાર આવતા જ નવીન  પટેલને મળવા તેમના પરિવારજનો અને સ્નેહીજનો હાજર રહ્યા હતા. લાંબા વિરામ પછી મળતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા અને ખુશીની લહેર જોવા મળી હતી.જેલ અધિક્ષકે તેમને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવીને વિદાય આપી હતી.