ભરૂચ: પ્રભારી મંત્રી કુંવરજી હળપતીના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ, વિકાસના 500થી વધુ કામોને મંજૂરી અપાય

રાજ્યના આદિજાતી વિકાસ,શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ વિભાગના મંત્રી અને ભરૂચ જિલ્લાના પ્રભારી મંત્રી કુંવરજી હળપતીના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળ અને ટ્રાયબલ સબ પ્લાન કચેરી હેઠળ આદિજાતિ વિકાસ મંડળની બેઠક મળી

New Update
Kunvarji Halpati Bharuch
ભરૂચ જિલ્લા આયોજન ભવન ખાતે રાજ્યના આદિજાતી વિકાસ,શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ વિભાગના મંત્રી અને ભરૂચ જિલ્લાના પ્રભારી મંત્રી કુંવરજી હળપતીના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળ અને ટ્રાયબલ સબ પ્લાન કચેરી હેઠળ આદિજાતિ વિકાસ મંડળની બેઠક મળી હતી.વિકેન્દ્રીત જિલ્લા આયોજન હેઠળની વિવેકાધીન જોગવાઈ હેઠળ અંદાજિત રૂા.૧૦૬૮.૦૪ લાખથી વધુના કુલ ૫૧૦ વિકાસ કામોના આયોજનને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી.
ગુજરાત પેટર્ન યોજના વર્ષ : ૨૦૨૫ - ૨૦૨૬ના આયોજનની બેઠકમાં ગુજરાત પેટર્ન ૯૬% (પ્રાયોજના વિસ્તાર)ની જોગવાઈ રૂા. ૩૬૫૧.૩૯ લાખની સામે ૮૬૨ કામોનું રૂા.૩૭૪૯.૧૯ લાખનું આયોજન મંજુર કરવામાં આવ્યુ. તથા ગુજરાત પેટર્ન ૪% (છુટાછવાયા વિસ્તાર)ની જોગવાઈ રૂા.૯૧૧.૪૪ લાખની જોગવાઈ સામે ૩૭૮ લાખની રૂા.૯૫૦.૭૫ લાખનું આયોજન સર્વાનુમે મંજુર કરવામાં આવ્યુ હતું.
આ બેઠકમાં સાંસદ મનસુખ વસાવા, જિલ્લા પંચાયતના પ્રમુખ  મહેન્દ્રસિંહ વાંસદીયા, ધારાસભ્યસ ડી.કે. સ્વામી, રિતેશ વસાવા, કલેક્ટર ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Read the Next Article

ભરૂચ: જે.પી. કોલેજમાં રક્તદાન શિબિર યોજાય, વિદ્યાર્થીઓએ કર્યું ઉત્સાહભેર રક્તદાન

ભરૂચની જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું

New Update
  • ભરૂચમાં આવેલી છે જે.પી.કોલેજ

  • કોલેજમાં રક્તદાન શિબિર યોજાય

  • ભારતીય નવનિર્માણ સંઘ દ્વારા આયોજન

  • યુનિટી બ્લડ બેંકનો સહયોગ સંપડ્યો

  • વિદ્યાર્થીઓએ કર્યું ઉત્સાહભેર રક્તદાન

ભરૂચની જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું
ભરૂચના ભારતીય નવનિર્માણ સંઘ અને યુનિટી બ્લડ બેંકના સંયુક્ત ઉપક્રમે જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું. શિબિરમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને માનવ સેવા માટે રક્તદાન કર્યું હતું.આ પ્રસંગે સંકલ્પ ફાઉન્ડેશનના સંજય તલાટી, ભાજપ યુવા મોરચાના પ્રમુખ વૃષભ પટેલ, કોલેજના આચાર્ય નિતિન પટેલ તેમજ કોલેજ પરિવાર ઉપસ્થિતિ રહયો હતો. ડોક્ટરો દ્વારા વિદ્યાર્થીઓને રક્તદાનના મહત્વ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા અને તેમને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.