New Update
સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે સુપ્રસિધ્ધ પવિત્ર યાત્રાધામ ભરૂચ ખાતે સંભવિત આગામી ૧૨ અને ૧૩ ફેબ્રુઆરી ૨૦૨૫ એમ બે દિવસીય શુક્લતિર્થ ઉત્સવના આયોજન માટે આજરોજ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગતવર્ષે કાર્યક્રમ સંદર્ભે કરવામાં આવેલી કામગીરીની નોંધ લઈ આ વર્ષે પણ વધુ સારુ અસરકારક આયોજન માટે અધિકારીઓ પાસે પ્રતિભાવો મેળવ્યા હતા.આ મિંટીંગમાં જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા, નિવાસી અધિક કલેકટર એન. આર. ધાધલ તથા અમલીકરણ વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories