New Update
/connect-gujarat/media/media_files/2025/12/11/bike-accident-2025-12-11-16-55-53.jpg)
અંકલેશ્વર નજીક NH-48 પર અંસાર માર્કેટ પાસે ગુરુવારના રોજ બપોરના સમયે અકસ્માત સર્જાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ, રોંગ સાઈડ પરથી આવી રહેલી મોપેડ અચાનક ટ્રક સાથે ભટકાતા અકસ્માતની ઘટના બની હતી જેમાં મોપેડ સવાર યુવાનનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું જ્યારે તેની સાથે રહેલા અન્ય વ્યક્તિને ગંભીર ઇજાઓ થવાથી તાત્કાલિક સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
આ અકસ્માત બાદ નેશનલ હાઇવે-48 પર લાંબી વાહન કતારો લાગી ગઈ હતી અને ટ્રાફિકજામ સર્જાયો હતો. સ્થળ પર પોલીસે પહોંચી ટ્રાફિક નિયંત્રિત કર્યો તેમજ અકસ્માત અંગે વધુ તપાસ શરૂ કરી છે.
Latest Stories