-
એલ્યુમિનિયમના કેબલ ચોરીની આશંકા
-
ભડકોદ્રા પાસેથી શંકાસ્પદ કેબલનો જથ્થો ઝડપાયો
-
પોલીસે કરી એક ઇસમની ધરપકડ
-
થ્રી વ્હીલર ટેમ્પો સહિત રૂ.1.54 લાખનો મુદ્દામલ જપ્ત
-
પોલીસે વધુ તપાસ હાથ ધરી
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના ભડકોદ્રા ગામ નજીકથી જીઆઇડીસી પોલીસે થ્રી વ્હિલ ટેમ્પોમાંથી શંકાસ્પદ એલ્યુમિનિયમના કેબલના જથ્થા સાથે એક ઈસમની અટકાયત કરી હતી,અને રૂપિયા 1 લાખ 56 હજારનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકનો સ્ટાફ ઉત્તરાયણ પર્વના બંદોબસ્ત દરમિયાન નેશનલ હાઇવેની બાજુમાં ભડકોદરા ખાતે એક થ્રી વ્હીલર ટેમ્પોમાં શંકાસ્પદ એલ્યુમિનિયમના કેબલો ભરેલા હોવાની માહિતી મળી હતી.
જે માહિતીના આધારે જીઆઇડીસી પોલીસે ટેમ્પાને ઝડપી લીધો હતો, પોલીસે હાલ ભડકોદ્રા ગામ ખાતે રહેતા ટેમ્પો ચાલક ફરમાનઅલી જિલેદાર શેખને એલ્યુમિનિયમના કેબલના જથ્થા અંગે આધાર-પુરાવા માંગતા તેણે રજુ ન કરતા તેની અટકાયત કરી હતી.અને પોલીસે રૂપિયા 56 હજારનો એલ્યુમિનિયમ કેબલનો જથ્થો અને એક લાખનો થ્રી વ્હીલર ટેમ્પો મળીને કુલ રૂપિયા 1 લાખ 56 હજારનો મુદ્દામાલ કબ્જે કરી ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.