ભરૂચ :  આહિર સમાજના તેજસ્વી તારલાઓનો સત્કાર સમારંભ યોજાયો,બે વર્ષમાં સમાજનું ભવ્ય સંકુલ બનશે

આહિર સમાજના તેજસ્વી તારલાઓનો સત્કાર સમારંભ યોજાયો હતો,આ પ્રસંગે આવનાર બે વર્ષમાં સમાજની વાડી અને ભવ્ય સંકુલ બનાવવા માટેની જાહેરાત પણ કરવામાં આવી

New Update
  • ભરૂચ જિલ્લા આહિર સમાજ દ્વારા યોજાયો કાર્યક્રમ 

  • તેજસ્વી તારલાઓનો સત્કાર સમારંભ યોજાયો

  • વિદ્યાર્થીઓનો સત્કાર કરીને પ્રોત્સાહિત કરાયા

  • સમાજની વાડી અને સંકુલ બનાવવાની જાહેરાત

  • લોકોને વ્યસનથી દૂર રહેવા પ્રમુખે કર્યો અનુરોધ    

ભરૂચ જિલ્લા આહિર સમાજના તેજસ્વી તારલાઓનો સત્કાર સમારંભ યોજાયો હતો,આ પ્રસંગે આવનાર બે વર્ષમાં સમાજની વાડી અને ભવ્ય સંકુલ બનાવવા માટેની જાહેરાત પણ કરવામાં આવી હતી.

ભરૂચ જિલ્લા આહિર સમાજની વાર્ષિક સાધારણ સભા તથા સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનો સત્કાર સંભારમ ભરૂચના સપ્તદીપ મેરેજ હોલ ભોલાવ ખાતે યોજાયો હતો.જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભરૂચ જિલ્લા આહિર સમાજના ભાઈ બહેનો અને વિદ્યાર્થીઓ  ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં આહિર સમાજના પ્રમુખ દિનેશ આહિરે સમાજના આર્થિક શારીરિક અને શૈક્ષણિક વિકાસની સંપૂર્ણ વિગતવાર માહિતી આપી હતી,અને આવનાર  બે જ વર્ષમાં ભરૂચ જિલ્લામાં આહિર સમાજની વાડી,સમાજનું  ભવ્ય સંકુલ નિર્માણ પામશે તેમ જણાવ્યું હતું.અને સમાજના વિદ્યાર્થીઓ શિક્ષણમાં વધુમાં વધુ આગળ વધે તે માટે જરૂરી માર્ગદર્શન અને જરૂરી સુવિધાઓ સમાજના આગેવાનો વડીલો દ્વારા આપવામાં આવી હતી.

વધુમાં આ પ્રસંગે  સમાજના પ્રમુખ દિનેશ આહિર દ્વારા પણ સમાજના લોકોને  વ્યસનથી દૂર રહેવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સનાતન ધર્મના ગાદીપતિ  સોમદાસ બાપુ સહિત આહિર સમાજના  આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories