New Update
/connect-gujarat/media/media_files/2025/08/30/review-meeting-2025-08-30-18-33-39.jpeg)
ભરૂચ કલેક્ટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સહ ફરીયાદ સમિતિની બેઠક અગાઉ જિલ્લાના મહત્વના પ્રશ્રોની સમીક્ષા બેઠક જિલ્લા આયોજન ભવનના સભાખંડ ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા કલેક્ટરે જિલ્લા વહીવટી તંત્રના વિવિધ વિભાગના આંતરિક પ્રશ્નો તથા જન સુવિધાઓ સંબંધિત જિલ્લાના વિવિધ પ્રશ્નોની સમીક્ષા કરી હતી.
બેઠકમાં જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ સ્પષ્ટ કર્યું કે, સંકલન વિભાગના અધિકારીઓએ તાલુકા અને જિલ્લા સ્વાગત કાર્યક્રમ અન્વયેના તમામ પ્રશ્રોને અગ્રિમતા આપવું, શહેરી વિસ્તાર સહિત ગ્રામ્યકક્ષાએ પણ સાફ- સફાઈ યોગ્ય રીતે થાય અને સુનિશ્રિત કરવા રચનાત્મક માર્ગદર્શન પુરું પાડ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા, પ્રાયોજના વહીવટદાર નિશા ચૌધરી, પ્રાંત અધિકારીઓ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories