/connect-gujarat/media/media_files/2025/12/23/anisfcas-2025-12-23-16-44-07.jpg)
અંકલેશ્વરની શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટસ અને કોમર્સ કોલેજના જિનવાલા સભાખંડમાં ડો.જયશ્રી ચૌધરી કૃત “છિલુગરી” નવલકથાનું વિવેચનનો કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને એડમિનિસ્ટ્રેટર ચિરાગ શાહ, કો-એડમિનિસ્ટ્રેટર બળવંતસિંહ પટેલ, મુખ્ય મહેમાન તરીકે પ્રખ્યાત ગુજરાતી લેખક અને વિવેચક ડો.ભરત મહેતા તથા અતિથિ વિશેષ તરીકે ડો.નિવ્યા પટેલ ઉપસ્થિત રહ્યા હતા.આચાર્ય ડો.જી.કે.નંદાએ પ્રસ્તાવના સાથે કાર્યક્રમનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે પ્રાધ્યાપક ડો.જયશ્રી ચૌધરીના વાર્તાસંગ્રહ “સેવનટ્રીઝ” તથા તેમની વાર્તાઓના ઓડિયા અનુવાદ “એક વાત”નું વિમોચન પણ કરવામાં આવ્યુ હતુ. વિવેચક ડો.ભરત મહેતાએ પોતાના વક્તવ્યમાં “છિલુગરી”ને ટેક્નિક અને કથાવસ્તુની દૃષ્ટિએ દળદાર નવલકથા ગણાવી હતી. ડો.જયશ્રી ચૌધરીએ સર્જક કેફિયત રજૂ કરી હતી. કાર્યક્રમનું સંચાલન ડો.જગદીશ કંથારીઆએ કર્યું હતુ. આ પ્રસંગે મોટી સંખ્યામાં સાહિત્યપ્રેમીઓ અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.