ભરૂચ : પાંચબત્તી નજીક પુરઝડપે જઈ રહેલ રીક્ષાએ વૃદ્ધ મહિલાને મારી ટક્કર, મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત

ભરૂચના સ્ટેશન રોડ પર પાંચબત્તી નજીક રીક્ષા ચાલકે વૃદ્ધાને અડફેટે લેતા તેમને ગંભીર ઈજા પહોંચી હતી. ઇજાગ્રસ્ત વૃદ્ધાને સારવાર અર્થે  ખસેડવામાં આવ્યા છે.

New Update
  • ભરૂચમાં અકસ્માતનો બનાવ સામે આવ્યો

  • પાંચબત્તી નજીક અકસ્માત સર્જાયો

  • રીક્ષાચાલકે વૃદ્ધ મહિલાને મારી ટક્કર

  • મહિલાને ગંભીર ઇજા

  • અકસ્માત સર્જી રીક્ષાચાલક ફરાર

Advertisment
ભરૂચ શહેરમાં અકસ્માતનો વધુ એક બનાવ સામે આવ્યો છે. શહેરના સ્ટેશન રોડ પર પાંચબત્તી નજીક આવેલ પાનમ પ્લાઝા પાસે એક વૃદ્ધ મહિલા રિક્ષામાંથી ઉતરી રોડ ક્રોસ કરી રહ્યા હતા.
આ દરમિયાન પુરઝડપે પસાર થઈ રહેલ અન્ય રિક્ષાના ચાલકે મહિલાને  ટક્કર મારતા મહિલા રોડ પર પટકાયા હતા જેમાં તેઓને ગંભીર ઈજા પહોંચી હતી આ તરફ અકસ્માત સર્જી રીક્ષા ચાલક ફરાર થઈ ગયો હતો. આ દ્રશ્યો જોતા સ્થાનિકોના ટોળા ભેગા થઈ ગયા હતા અને ઇજાગ્રસ્ત વૃદ્ધ મહિલાને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતાની સાથે જ એ ડિવિઝન પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.
Advertisment
Latest Stories