દિલ્હી ખાતે INSPIRE-MANAK હેઠળ રાષ્ટ્રીય સ્તરનું પ્રદર્શન અને પ્રોજેક્ટ સ્પર્ધામાં ભરૂચનાં વિદ્યાર્થીએ ઈન્સ્પાયર એવોર્ડ મેળવ્યો

ડીપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી ભારત સરકાર દ્નારા દર વર્ષ ઈન્સ્પાયર એવોર્ડ મનાકનું રાષ્ટ્રીય સ્તરનું પ્રદર્શન અને પ્રોજેક્ટ સ્પર્ધા ૨૦૨૪ આયોજન

baharuch
New Update

ભારત દેશમાં બાળકમાં રહેલી પ્રતિભાને બહાર લાવવામાં માટે ડીપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી ભારત સરકાર દ્નારા દર વર્ષ ઈન્સ્પાયર એવોર્ડ મનાકનું રાષ્ટ્રીય સ્તરનું પ્રદર્શન અને પ્રોજેક્ટ સ્પર્ધા (NLEPC) ૨૦૨૪ આયોજન થાય છે. જેનો હેતુ વિદ્યાર્થીઓમાં નવીનતા અને સર્જનાત્મક વિચારસરણી અને વિજ્ઞાન અને ટેકનોલોજી દ્વારા સામાજિક જરૂરિયાતને પોષતા વિચારોને વેગ મળે તેવો છે.

આ સ્પર્ધામાં કોઈ પણ શાળાના બાળક દ્વારા જીવનને સરળ બનાવતા સાધનો બનાવવા માટેના અવનવા વિચારો તેમના આઈડીયાનું https://inspireawards-dst.gov.in/ પર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવામાં આવે છે. આ પ્રેરણા યોજનામાં ૧૦ થી ૩૨ વર્ષના વય જૂથના વિદ્યાર્થીઓને પાંચ અલગ-અલગ વર્ગમાં આવરી લેવામાં આવે છે.રજીસ્ટ્રેશન બાદ બાળકોના વિચારોની ખરાઈ કરી જિલ્લા લેવલે પસંદગી પામે અને જિલ્લા લેવલની પસંદગી બાદ તે બાળકોને રૂપિયા ૧૦ હજાર જેટલી રાશી મોડેલ બનાવવા માટે આપવામાં આવે છે. આ પ્રોત્સાહક રાશીથી બાળક તેના વિચાર પ્રમાણેની કૃતિનું નિર્માણ કરી જીસીઆરટી ગુજરાત લેવલે અને, ત્યારબાદ રાષ્ટ્રીય સ્તરે પ્રદર્શનમાં મુકવામાં આવે છે.

૧૯મી સપ્ટેમ્બરે દિલ્હી ખાતે રાષ્ટ્રીય સ્તરનું પ્રદર્શન અને પ્રોજેક્ટ સ્પર્ધાના પ્રદર્શનમાં ભારતભરમાંથી ૩૫૦ કૃતિ નિદર્શનમાં આવી હતી. આ સ્પર્ધામાં ગુજરાત રાજ્યમાંથી પણ અંદાજિત ૧૧ જેટલી કૃતિઓનું નામાંકન થયું હતું. પ્રોજેક્ટ સ્પર્ધામાં આ  કૃતિઓનું નિદર્શન દિલ્હી ખાતે ૧૭ સપ્ટેમ્બર થી ૧૯ સપ્ટેમ્બર સુધી યોજાયું હતું. જેમાંથી ટોપ ૬0 જેટલી કૃતિઓની પસંદગી કરવામાં આવી હતી.  

ભરૂચ જિલ્લાના વેજલપુર પ્રાથમિક મિશ્ર શાળા નંબર ૧૫માં ધોરણ ૬માં અભ્યાસ કરતા વિદ્યાર્થી કનૈયાકુમાર ઉદયભાન પ્રજાપતિએ મેન્યુઅલ ડીચ ક્લિનિંગ મશીન વિચાર/શિર્ષક હેઠળ બનાવેલી કૃતિ રાષ્ટ્રકક્ષાએ પસંદગી પામી હતી. આ રાષ્ટ્રીયકક્ષાના નિદર્શન જે બાળકોની અવ્વલ કૃતિઓ પસંદગી પામે છે. તે તમામ બાળકોને ભારત સરકાર દ્વારા વિદેશ પ્રવાસે લઈ જવામાં આવે છે. અત્યાઆધુનિક ટેકનોલોજીઓના નિદર્શનો બતાવવામાં આવે છે.વેજલપુર પ્રાથમિક મિશ્ર શાળાના બાળકની કૃતિની પસંદગી રાષ્ટ્રીય કક્ષાએ કરવામાં આવી છે. જેમાં પસંદગી પામેલા ૬૦ બાળકોને દિલ્હી ખાતે એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા.

#exhibition #Project #National #competition #Bharuch
Here are a few more articles:
Read the Next Article