New Update
/connect-gujarat/media/media_files/2025/07/19/bharuch-mandir-2025-07-19-12-31-06.jpg)
ભરૂચના ઝાડેશ્વર-તવરા રોડ પર ચાલતી કામગીરીમાં નડતરરૂપ મંદિરને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રોડ પરથી ખસેડવામાં આવ્યું હતું. ભરૂચ શહેરના ઝાડેશ્વર ચોકડીથી તવરા સુધી રોડનું કામ તીવ્ર ગતિએ ચાલી રહ્યું છે. વધતા વાહન વ્યવહારની દૃષ્ટિએ રોડને પહોળો કરવાની કામગીરી ચાલી રહી છે, ત્યારે ગતરાત્રે નર્મદા કોલેજ સામે આવેલ (ડેરી) નાનું મંદિર રસ્તાની કામગીરીમાં નડતરરૂપ હોવાથી વહીવટી તંત્રએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મંદિરને ખસેડી નાખ્યું હતું. કામગીરી દરમિયાન કોઈપણ પ્રકારનો વાંધો ન ઉઠે તે માટે વહીવટી તંત્ર અને પોલીસ અધિકારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
Latest Stories