ભરૂચ પોલીસનો સપાટો, 6 દિવસની સ્પેશ્યલ ડ્રાઇવમાં જાહેરનામા ભંગના કુલ 516 કેસ કરાયા

ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા ઘર ભાડે આપીને ભાડા કરારની નોંધણી ન કરાવનાર 516 મકાન માલિકો સામે જાહેરનામા ભંગનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

a
New Update

ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા ઘર ભાડે આપીને ભાડા કરારની નોંધણી ન કરાવનાર 516 મકાન માલિકો સામે જાહેરનામા ભંગનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

ભરૂચ જિલ્લા પોલીસ  દ્વારા એક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે,જેમાં ઘર ભાડે આપતા મકાન માલિકોએ ભાડા કરારની નોંધણી પોલીસ સ્ટેશનમાં કરાવવી જરૂરી છે,પરંતુ તેમ છતાં કેટલાક મકાન માલિકો આ બાબતે લાપરવાહ રહીને ભાડા કરારની નોંધણી કરાવી નથી ત્યારે ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં તપાસ શરૂ કરવામાં આવી હતી,જેમાં SOG,ભરૂચ બી ડિવીઝન,શહેર સી ડિવિઝન,ભરૂચ તાલુકા પોલીસ, નબીપુર, મેરિન, આમોદ,અંકલેશ્વર બી ડિવિઝન,ઝઘડિયા પોલીસ સ્ટેશન,ઝઘડિયા જીઆઇડીસી,રાજપારડી અને નેત્રંગ પોલીસ સ્ટેશનમાં 6 દિવસ સ્પેશ્યલ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી જેમાં પોલીસે મકાન અને દુકાન માલિકો વિરુદ્ધ જાહેરનામા ભંગના કુલ 516 કેસ કર્યા છે.પોલીસની કામગીરીના કારણે ફફડાટ ફેલાયો છે.આવનારા દિવસોમાં પણ પોલીસ દ્વારા આ પ્રકારની કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે
#Bharuch #checking #Bharuch Police #rent
Here are a few more articles:
Read the Next Article