/connect-gujarat/media/media_files/2025/07/15/ankleshwar-swarnim-lakeview-park-2025-07-15-16-45-39.jpg)
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના સ્વર્ણિમ લેક્વ્યુ પાર્ક ખાતે લાયન્સ ક્લબ અને અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લાની અંકલેશ્વર નગરપાલિકા અને લાયન્સ ક્લબ દ્વારા અંકલેશ્વર શહેરના સ્વર્ણિમ લેક્વ્યુ પાર્ક ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં લાયન્સ કલબ ઓફ અંકલેશ્વર (સીટી) પ્રમુખ કલ્પેશ આર. રાણા (એડવોકેટ) તથા અંકલેશ્વર નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર અને ગાર્ડન ઇન્ચાર્જ રઘુવીરસિંહ મહીડાના માર્ગદર્શન હેઠળ પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટીના વિદ્યાર્થી પ્રથમ શાહ અને તેમના મિત્રોએ ભેગા મળીને પર્યાવરણની જાળવણી માટે વૃક્ષારોપણ કર્યું હતું.
આ સાથે જ હાજર તમામ સૌએ અંકલેશ્વર શહેરમાં વધુ વૃક્ષો વાવીને પર્યાવરણ માટે જાળવણી કરવાના શપથ લીધા હતા. અંકલેશ્વર નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર રઘુવીરસિંહ મહીડાએ જણાવ્યું હતું કે, અંકલેશ્વર શહેરમાં વોર્ડ વાઈઝ નાગરિકોને સોસાયટીઓમાં રહેતા લોકો પોતાના કમ્પાઉન્ડમાં ઘરે ઘરે એક એક વૃક્ષ વાવવા માટે પ્લાન્ટનું વિતરણ કરવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં લાયન્સ કલબ ઓફ અંકલેશ્વર (સીટી) પ્રમુખ કલ્પેશ આર. રાણા (એડવોકેટ) દ્વારા નગરપાલિકાને વૃક્ષ રોપા વિતરણની કામગીરીમાં પણ સહકાર આપવા જણાવ્યુ હતું.