ભરૂચ જીલ્લામાં  સેવાભાવી સંસ્થાઓની ગૌરીવ્રતને લઈને અનોખી પહેલ

ભરૂચમાં કાર્યરત જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા ગૌરીવ્રતને લઈ વ્રત કરતી બાળાઓને મહેંદી મૂકી આપતા બાળાઓના ચહેરા ઉપર અનેરી ખુશી નજરે પડી હતી.

New Update

ભરૂચમાં કાર્યરત જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા ગૌરીવ્રતને લઈ વ્રત કરતી બાળાઓને મહેંદી મૂકી આપતા બાળાઓના ચહેરા ઉપર અનેરી ખુશી નજરે પડી હતી. કોઈ સેવાભાવી સંસ્થા દ્વારા બાળાઓનો ગૌરીવ્રત પ્રત્યે ઉત્સાહ ઉમંગ વધારવા માટેની પહેલ પણ આવકારદાયક છે.

જન હિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા ગૌરીવ્રતના પાવન પર્વ નિમિત્તે જુના ભરૂચના લલ્લુભાઈ ચકલા વિસ્તારમાં આવેલ નવાડેરા મિશ્ર શાળાની વિદ્યાર્થીનીઓને નિઃશુલ્ક મહેંદી મુકવાનો કાર્યક્રમ યોજાયો હતો સાથે જ બાળાઓના હાથ ઉપર ગૌરી વ્રતને લઈ લગાવવામાં આવેલી મહેંદીથી બાળાઓના ચહેરા ઉપર જે મુસ્કુરાહટ હતી તે જાણે સાચા અર્થમાં માનવસેવા એ જ પ્રભુ સેવાનું સંદેશો આપી રહી હતી. 

બાળાઓના હાથ ઉપર મહેંદી મુકવા માટે શાળા આચાર્યો અને શિક્ષકોએ પણ સારો સહકાર આપ્યો હતો. મહેંદી મુકનાર યુવતીઓમાં પણ અનેરો આનંદ અને ઉમંગ જોવા મળ્યો હતો.સાથે જ બાળાઓના હાથમાં મહેંદી મૂકવામાં આવતા જ બાળાઓ પણ ખુશખુશાલ જોવા મળી હતી.આ કાર્યક્રમમાં ભરૂચ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને મહિલા બાળ વિકાસ સમિતિના ચેરમેન સુરભીબેન તમાકુવાલા, ભરૂચ નગરપાલિકાના સેનેટરી ચેરમેન હેમાલી રાણા, વોર્ડ નં ૧૧ના નગરસેવક ચિરાગ ભટ્ટ તેમજ જન હિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચના પ્રમુખ નીતિન માને, ઉપ પ્રમુખ જીજ્ઞાશા ગોસ્વામી માને તેમજ ટ્રસ્ટના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories