અંકલેશ્વર: વરસતા વરસાદમાં ડામર રોડની કામગીરી કરી તંત્રએ બુદ્ધિનું દેવાળુ ફૂંકયું, કોન્ટ્રાક્ટરે તો ભાગવુ પડ્યું!

વરસ્તા વરસાદમાં કામગીરી કરવાથી માર્ગ કેટલો ટકી શકશે તે અંગે પ્રશ્નાર્થ છે, પ્રજાના પૈસાનો ધુમાડો થઈ રહ્યો છે અને વારંવાર પેચવર્કની કામગીરી કરી ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા

New Update

અંકલેશ્વરમાં તંત્રની બુદ્ધિનું પ્રદર્શન

વરસતા વરસાદમાં કરી રોડની કામગીરી

વરસાદી પાણી વચ્ચે ડામર રોડની કામગીરી

કોંગ્રેસ નેતાએ કર્યા આકરા પ્રહાર

કોન્ટ્રકટર સ્થળ પરથી ભાગી ગયો

અંકલેશ્વરમાં તંત્રએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે વરસતા વરસાદ વચ્ચે માર્ગ પર પેચવર્કની કામગીરી કરવામાં આવતા ગુણવત્તા સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. અંગે કોન્ટ્રાક્ટરને પૂછવામાં આવતા તે સ્થળ છોડી ભાગી ગયો હતો
અંકલેશ્વરમાં તંત્રએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું હોય તેવો ઘાટ સર્જાયો છે. ચોમાસાની સિઝનમાં અંકલેશ્વરના મોટાભાગના તમામ માર્ગો બિસ્માર બન્યા હતા ત્યારે તંત્ર દ્વારા પેચ વર્કની કામગીરી શરૂ કરવામાં આવી છે. ગતરોજ પણ અંકલેશ્વરના ત્રણ રસ્તા સર્કલ વિસ્તારમાં પેચવર્કની કામગીરી કરવામાં આવી હતી પરંતુ વરસતા વરસાદમાં આ કામગીરી કરવામાં આવતા અનેક સવાલો ઉભા થયા છે.
આ અંગે કોંગ્રેસના આગેવાન શોએબ ઝઘડિયાવાલાએ કોન્ટ્રાક્ટરને પૂછતા તે સ્થળ છોડી ભાગી ગયો હતો. શોએબ ઝઘડિયાવાલાએ આ અંગે જણાવ્યું હતું કે વરસ્તા વરસાદમાં કામગીરી કરવાથી માર્ગ કેટલો ટકી શકશે તે અંગે પ્રશ્નાર્થ છે, પ્રજાના પૈસાનો ધુમાડો થઈ રહ્યો છે અને વારંવાર પેચવર્કની કામગીરી કરી ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે

આ અંગે અંકલેશ્વર શહેર ભાજપના મહામંત્રી મિનેશ ગાંધીએ જણાવ્યું હતું કે આ કામગીરી માર્ગ અને મકાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. ગતરોજ કામગીરી ચાલુ હતી તે દરમિયાન જ અચાનક વરસાદ વરસતા આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે.
કામગીરી ચાલુ હતી તે દરમિયાન અચાનક જ વરસાદ વરસતા કામગીરી બંધ કરાવી હોવાનું ભાજપના આગેવાન તો જણાવી  રહ્યા છે પરંતુ દ્રશ્યોમાં તો જોઈ શકાય છે કે વરસતા વરસાદમાં પણ કામગીરી ચાલુ જ હતી.જો કે આ બાબતે ખુલાસો કરવા કે દર વખતની જેમ ઢાંક પીછોડો કરવા અન્ય કોઈ પણ આગેવાન કે સત્તાધીશો આગળ આવ્યા ન હતા ત્યારે કોન્ટ્રાક્ટરને છાવરવાનો પ્રયાસ કરાયો હોય તેવું લાગી રહ્યું છે.
Latest Stories