New Update
અંકલેશ્વરના જોશીયા ફળિયા યુવક મંડળ દ્વારા ગણેશ મહોત્સવમાં રેલવે સ્ટેશનની આબેહૂબ પ્રતિકૃતિ બનાવવામાં આવી છે જેમાં શ્રીજીને ટિકિટ ચેકરના રૂપમાં દર્શાવવામાં આવ્યા છે
અંકલેશ્વરમાં વિવિધ થીમ અને ડેકોરેશન આધારિત ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અંકલેશ્વર શહેરના જોશીયા ફળિયા યુવક મંડળ દ્વારા અંકલેશ્વર રેલ્વે સ્ટેશનની પ્રતિકૃતિ ઊભી કરવામાં આવી છે.ગણેશ પંડાલમાં રેલવે સ્ટેશનની પ્રતિકૃતિ બનાવવામાં આવી છે જેમાં દુંદાળા દેવ શ્રી ગણેશને ટિકિટ ચેકરના રૂપમાં દર્શાવવામાં આવ્યા છે તો સાથે જ મૂષકરાજને મુસાફર અને કુલીના રૂપમાં દર્શાવવામાં આવ્યા છે.રેલવે સ્ટેશનના સ્ટોલ, ટ્રેન,એનાઉસમેન્ટ સિસ્ટમ અને પ્લેટફોર્મ સહિતની આબેહૂબ પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહી છે
Latest Stories