સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો
ભોલાવ એસટી. ડેપો ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન
સ્વચ્છતા જાગૃતિ અંગે વોલ પેઇન્ટિંગ કાર્યકમ યોજાયો
પોગ્રેસિવ શાળાના વિદ્યાર્થીઓએ સુંદર ચિત્રકામ કર્યું
સ્વચ્છતા જાગૃતિ દર્શાવતા ચિત્રો થકી સ્વચ્છતાનો સંદેશો
ભરૂચના ભોલાવ એસટી. ડેપો ખાતે પોગ્રેસિવ શાળાના વિદ્યાથીઓ દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત વોલ પેઇન્ટિંગ કાર્યકમનું આયોજન કરવામાં આવ્યું હતું.
સ્વચ્છતા હી સેવા અભિયાન કાર્યક્રમ અંતર્ગત ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના ડે ટુ ડે એક્ટિવિટીના ભાગરૂપે ભરૂચ ડેપો હસ્તકના ભોલાવ એસટી. ડેપો ખાતે સ્વચ્છતા જાગૃતિ અંગે વિવિધ કાર્યક્રમોના આયોજન કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત ભોલાવ એસટી. ડેપો ખાતે પ્રોગ્રેસિવ સ્કૂલના વિદ્યાર્થીઓના સહયોગથી ડેપો મેનેજર વિશાલ છત્રીવાલાની ઉપસ્થિતિમાં સ્વચ્છતા જાગૃતિ અંગે વોલ પેઇન્ટિંગના કાર્યકમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ એસટી. બસ ડેપોની દીવાલ પર સુંદર ચિત્રકામ કર્યું હતું. જે અહી આવતા મુસાફરોમાં આકર્ષણ જમાવવા સાથે ગંદકી કરતા રોકશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.