ભરૂચ: લવ જેહાદનો ભોગ બનીને બાળકને જન્મ આપનાર મહિલાનો સિવિલ હોસ્પિટલમાં હંગામો

ભરૂચ સિવિલ હોસ્પિટલ સંકુલમાં  લવ જેહાદના કાવતરાનો ભોગ બની હોવાના આક્ષેપ સાથે મહિલાએ બાળક સાથે હંગામો મચાવતા દોડધામ મચી ગઈ હતી.

New Update
  • ભરૂચ સિવિલ હોસ્પિટલમાં મહિલાનો હંગામો 

  • નવજાત બાળક સાથે મહિલાએ ગામ માથે લીધું

  • વિધર્મી યુવાન ગર્ભવતી બનાવી તરછોડી ગયો હોવાના આક્ષેપ 

  • પોલીસની શી ટીમ દ્વારા મહિલાને સમજાવવાનો પ્રયાસ 

  • મહિલાને બાળક સાથે સખી વન સ્ટોપ સેન્ટર ખાતે સોંપવામાં આવી 

ભરૂચ સિવિલ હોસ્પિટલ સંકુલમાં  લવ જેહાદના કાવતરાનો ભોગ બની હોવાના આક્ષેપ સાથે મહિલાએ બાળક સાથે હંગામો મચાવતા દોડધામ મચી ગઈ હતી.
ભરૂચ સિવિલ હોસ્પિટલમાં એક મહિલા નવજાત બાળક સાથે આવી હતી,અને લવ જેહાદનો ભોગ બની હોવાના આક્ષેપ સાથે તેણીએ હંગામો મચાવ્યો હતો.જેના કારણે પોલીસની શી ટીમ તાબડતોબ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવી હતી,મહિલાએ પરપ્રાંતીય વિધર્મી યુવાને હિન્દુ હોવાની ઓળખ આપી ગર્ભવતી બનાવીને તરછોડી દીધી હોવાના આક્ષેપ કર્યા હતા, જોકે આ હંગામા વચ્ચે પોલીસની શી ટીમ દ્વારા તેણીને શાંત રહેવા માટે સમજાવવામાં આવી હતી,પરંતુ તેમ છતાં તે ન સમજતા આખરે પોલીસ પણ મદદ અર્થે દોડી આવી હતી,અને સખી વન સ્ટોપ સેન્ટરમાં તેણીને સોંપવામાં આવી હતી. 

સખી વન સ્ટોપ સેન્ટરના સંચાલક વૈશાલી ચાવડાએ આ અંગે જણાવ્યું હતું કે આ મહિલા સાથે અગાઉ પણ ચાર વખત કાઉન્સલિંગ કરી પોલીસ સહાય આપ્યા બાદ કેસ બંધ કરાયો હતો. આજે ફરી તેઓને બાળક સાથે 181 દ્વારા લાવવામાં આવેલ છે.અમારા અધિકારી સાથે પરામર્શ કર્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.