New Update
ભરૂચ જિલ્લાના ઝઘડિયા સેવા રૂરલ દ્વારા ગુમાનદેવ વિવેકાનંદ ગ્રામીણ ટેક્નિકી કેન્દ્ર ખાતે સિકલસેલ વિશે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે આઈસીએમઆર દિલ્હીના સહયોગથી નવજાત શિશુઓમાં સિકલસેલની તપાસ અને સારવાર વિશેના એક અભ્યાસ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતે આવેલ સેવા રૂરલ દ્વારા ગુમાનદેવ વિવેકાનંદ ગ્રામીણ ટેકનિકી કેન્દ્ર ગુમાનદેવ ખાતે ડીસેલિનેશન વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ન્યુ દિલ્હી ખાતેના આઈસીએમઆરના તજજ્ઞો વર્ચ્યુઅલી ઉપસ્થિત રહ્યા હતા.સિકલસેલ વિશેષ અભ્યાસ ભારતમાં સાત સંશોધન કેન્દ્રોમાં 2019 થી અમલમાં મુકાયેલ હતો. આ અભ્યાસમાં ગુજરાતનું એકમાત્ર કેન્દ્ર સેવા રૂરલ છે.

આ અભ્યાસ થકી 2010 થી 2020 દરમ્યાન નવજાત બાળકોની સિકલસેલની તપાસ જન્મ સમયે સેવા રૂરલમાં નિ:શુલ્ક કરવામાં આવી હતી. સિકલસેલની તપાસ માટે અત્યાધુનિક એચપીએલસી મશીન લાવવામાં આવ્યું હતું.
આ પૈકી 136 સિકલસેલથી પીડાતા શિશુઓની સમયસર ઓળખ થઇ અને સારવાર સેવારૂરલ દ્વારા આપવામાં આવી હતી. સારવાર પેટે સિકલસેલની દવાઓ,રસીઓ, ડોક્ટરી તપાસ, લોહીની તપાસ, દાખલ થવાની સુવિધાઓ,પોષણ માટેની સેવાઓ ઉપરાંત ખાસ સંપરામર્શની સેવાઓ બાળકોને પ્રાપ્ત થઈ હતી.
સિકલસેલના બાળકો અને માતા-પિતાને જરૂરી ટેકો આપી બાળક સ્વસ્થ અને સક્ષમ બને તેના પૂરતા પ્રયત્નો સેવા રૂરલ દ્વારા આ અભ્યાસમાં કરવામાં આવ્યા હતા.કાર્યક્રમમાં આઇસીએમઆર ન્યુ દિલ્હીના વરિષ્ઠ વૈજ્ઞાનિકો, ભરૂચ અને નર્મદા જિલ્લાના આરોગ્ય અધિકારીઓ, અન્ય આરોગ્ય કર્મીઓ, દર્દીઓ અને તેમના માતા-પિતા ઉપરાંત સેવારૂરલના સ્ટાફ સહિત લગભગ 80 વ્યક્તિઓએ ભાગ લીધો હતો.
આ કાર્યક્રમમાં અભ્યાસના તારણોનું વિસ્તૃત શેરિંગ સેવા રૂરલ ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. આ અભ્યાસના અંતે, બાળકોની સારવાર વર્ષો વર્ષ ચાલુ રહે તે માટે ભરૂચ અને નર્મદા જિલ્લાના આરોગ્ય કર્મીઓને તાલીમ પણ પૂરી પાડવામાં આવી હતી. બંને જિલ્લાના અધિકારીઓ દ્વારા આરોગ્ય કર્મીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
Latest Stories