ભરૂચ: વાલિયાના ગુંદીયા ગામની સીમમાં યુવક અને મહિલાનું મોત, ખેતર ફરતે લગાવેલ વીજ તાર અડી જતા સર્જાય દુર્ઘટના

ભરૂચના વાલિયા તાલુકાના ગુંદીયા ગામની સીમમાં ખેડૂતો જંગલી પશુઓને બગાડ કરતા રોકવા મુકેલ તારને અડી જતા મહિલા અને યુવાનનું કરુણ મોત નીપજ્યું..

New Update
  • ભરૂચના વાલિયાના ગુંદીયા ગામનો બનાવ

  • યુવક અને મહિલાનું મોત

  • વીજ તારને અડી જતા મોત નિપજયું

  • પાકને પશુઓથી બચાવવા ખેતર ફરતે લગાવ્યો હતો તાર

ભરૂચના વાલિયા તાલુકાના ગુંદિયા ગામની સીમમાં આવેલ રામસિંગ વિરિયાભાઈ વસાવા દ્વારા પોતાના શેરડી વાળા ખેતરમાં જંગલી પ્રાણીઓને ખેતરમાં પ્રવેશ પાક બગાડ નહીં કરે તે માટે તાર લગાડી તેમાં વીજ પ્રવાહ છોડી દીધો હતો. તે દરમિયાન ગત તારીખ-3 ઓગસ્ટથી 12:30 કલાકથી 4થી ઓગસ્ટ સવારે 8 કલાક દરમિયાન ગામના સવિતાબેન રાકેશ વસાવા અને પ્રવીણ પ્રભાત વસાવા ભૂલથી આ તારને અડી જતા તેઓને જોરદાર વીજ કરંટ લાગતા બંનેના ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યા હતા.
બનાવ અંગેની જાણ વાલિયા પોલીસને થતા તેઓ સ્થળ પર દોડી આવી બંને મૃતદેહો પોસ્ટ મોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડી અકસ્માત મોત અંગેનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.અત્રે ઉલ્લેખનીય છેકે કે મરણ જનાર પ્રવીણ વસાવા વાલિયા પોલીસ મથકે ગ્રામ રક્ષક દળમાં સેવા બજારતો હતો તેના આકસ્મિક મોતને પગલે જી.આર.ડી.જવાનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
Latest Stories