અંકલેશ્વર: NH 48 પર રાજપીપળા ચોકડી નજીક અજાણ્યા વાહનની અડફેટે યુવાનનું મોત

અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત ભરતને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેઓનું કરુણ મોત નીપજ્યું

New Update
accident
અંકલેશ્વરની રાજપીપળા ચોકડીથી ભરૂચ તરફ જતા હાઇવે ઉપર અજાણ્યા વાહન ચાલકે માર્ગ ઓળંગી રહેલ યુવાનને ટક્કર મારતા તેનું ટૂંકી સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું હતું.
મધ્ય પ્રદેશના ઉજ્જૈનના ભૈરૂગઢ ખાતે રહેતા જગદીશ શોભારામના નાના દીકરા 33 વર્ષીય ભરત શોભારામ અંકલેશ્વર ખાતે  છૂટક મજૂરી કરતો હતો.જેઓ અંકલેશ્વરની રાજપીપળા ચોકડીથી ભરૂચ તરફ જતા હાઇવે ઉપરથી માર્ગ ક્રોસ કરી રહ્યા હતા તે દરમિયાન પૂરપાટ ઝડપે ધસી આવેલ અજાણ્યા વાહન ચાલકે રાહદારીને ભરત શોભારામને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત ભરતને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેઓનું કરુણ મોત નીપજ્યું હતું.અકસ્માત અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.