અંકલેશ્વર: ન.પા.ની બેદરકારીના કારણે હાંસોટ રોડ પર અકસ્માતમાં યુવાનનું મોત નિપજ્યું, પરિવારજનોના આક્ષેપ

જીસીબી મશીન માર્ગ પર ઉભું કરી દેવામાં આવ્યું હતું જેમાં ત્યાંથી પસાર થઈ રહેલ નિકુંજ પટેલ નામના યુવાનની બાઇક ભટકાતા યુવાનનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું

New Update
Advertisment
  • અંકલેશ્વર હાંસોટ રોડ પર બન્યો હતો બનાવ

  • અકસ્માતમાં યુવાનનું નિપજ્યું હતું મોત

  • જેસીબી સાથે બાઈક ભટકાય હતી

  • નગરપાલિકાની બેદરકારીના સ્થાનિકોના આક્ષેપ

  • પરિવારને ન્યાય આપવાની માંગ 

Advertisment
અંકલેશ્વર હાંસોટ રોડ પર મુખ્ય માર્ગને અડીને ઊભા રહેલા જેસીબી મશીન  સાથે બાઈક ભટકાતા યુવાનનું મોત નીપજવાના મામલામાં આજરોજ સ્થાનિકો અને પરિવારજનોએ ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવી નગર સેવાસદનની બેદરકારીના આક્ષેપ કર્યા હતા.
અંકલેશ્વર હાંસોટ રોડ પર આવેલ હનુમાન મંદિર પાસે નગરપાલિકા દ્વારા ગટર લાઇનનું કામકાજ ચાલી રહ્યું હતું. આ દરમિયાન રાત્રિના સમયે જીસીબી મશીન માર્ગ પર ઉભું કરી દેવામાં આવ્યું હતું જેમાં ત્યાંથી પસાર થઈ રહેલ નિકુંજ પટેલ નામના યુવાનની બાઇક ભટકાતા યુવાનનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું.આ મામલામાં સ્થાનિકો અને પરિવારજનો દ્વારા આજરોજ ચીફ ઓફિસરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.
જેમાં જણાવ્યા અનુસાર નગરપાલિકાની બેદરકારીના કારણે યુવાનનું મોત થયું છે. નગરપાલિકા દ્વારા ગટર લાઈનનું કામકાજ કરતી વખતે સાવચેતી અંગેનું બોર્ડ મૂકવામાં આવ્યું ન હતું.આ ઉપરાંત બેરીકેટ કે અન્ય કોઈપણ નિશાન કરવામાં આવ્યું ન હતું જેના કારણે આ અકસ્માત સર્જાયો છે ત્યારે પીડિત પરિવારને ન્યાય આપવાની માંગ કરવામાં આવી છે.
Advertisment
અને ભવિષ્યમાં આવા બનાવો ન બને તેની તકેદારી રાખવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. જો માંગ ન સંતોષાય તો નગરપાલિકા કચેરીનો ઘેરાવો કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
Latest Stories