New Update
અંકલેશ્વર નજીક હાઇવે પર સર્જાયો અકસ્માત
માંડવા નજીક અકસ્માતનો બનાવ
ટ્રકચાલકે બાઇકને મારી ટક્કર
બાઈક સવાર યુવાનનું મોત
અન્ય યુવાનને સારવાર અર્થે ખસેડાયો
અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર માંડવા પાસે ટ્રકની ટક્કરે બાઇક સવાર યુવાનનું મોત નીપજ્યું હતું જ્યારે અન્ય યુવાનને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.
અંકલેશ્વર તાલુકાના માંડવા નજીક નેશનલ હાઈવે–48 પર અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઈક સવારનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું.
મળતી માહિતી મુજબ નોકરી પરથી ઘરે પરત ફરી રહેલા બારિયા ગણેશ અને તેનો મિત્ર બાઈક પર જઈ રહ્યા હતા. આ દરમિયાન હાઈવે પર ટ્રક સાથે બાઈકની ટક્કર થતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે બાઈક ચલાવનાર ગણેશનું સ્થળ પર જ મોત થયું હતું, જ્યારે પાછળ બેઠેલા તેના મિત્રને નાની–મોટી ઈજાઓ પહોંચી હતી.
અકસ્માતની જાણ થતા સ્થાનિક લોકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ અને પોલીસને જાણ કરી હતી.ઇજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ ઘટના સ્થળે પહોંચી ટ્રક ચાલકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Latest Stories