અંકલેશ્વર: GIDCમાં  બાઈક પર સ્ટંટ કરનાર યુવાન ઝડપાયો, હીરોગીરી ઉતારવા માફી માંગતો વિડીયો જાહેર કરાયો

અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં જાહેર માર્ગ પર બાઈક પર સ્ટંટ કરતો યુવાનનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા પોલીસે ઝડપી કાર્યવાહી કરી.....

New Update
ankleshwar Police
અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં જાહેર માર્ગ પર બાઈક પર સ્ટંટ કરતો યુવાનનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા પોલીસે ઝડપી કાર્યવાહી કરી હતી. વિડિયોમાં  દેખાતી બાઈકની નંબર પ્લેટના આધારે પોલીસ દ્વારા બાઈક સવારની ઓળખ કરવામાં આવી હતી.તપાસ દરમિયાન બાઈકચાલક તરીકે સૂરજ સુનારનું નામ બહાર આવ્યું હતું. પોલીસે તેને ઝડપી પાડી ટ્રાફિક નિયમનો ભંગ કરવા બદલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
સ્ટંટ કરીને પોતાના તથા અન્યના જીવને જોખમમાં મૂકાશે તેવા કૃત્ય માટે પોલીસે કડક પગલા ભર્યા હતા.આ ઘટનાને પગલે યુવકની ‘હીરોગીરી’ ઉતારવા માટે પોલીસે તેની પાસેથી માફી માંગતો વિડિયો પણ જાહેર કર્યો હતો. પોલીસ દ્વારા સતત ચેતવણી આપવામાં આવી છે કે જાહેર માર્ગો પર સ્ટંટ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
Latest Stories