અંકલેશ્વર: NH 48 પર અજાણ્યા વાહનની અડફેટે બાઈક સવાર સજોદ ગામના યુવાનનું મોત !

આમલા ખાડી ઓવરબ્રિજ નજીકથી પસાર થઈ રહેલા અજાણ્યા વાહન ચાલકે બાઈક ચાલકને ટક્કર મારી હતી જેમાં ગંભીર ઈજાના પગલે બાઇક સવાર યુવાનનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું

New Update
  • અંકલેશ્વર નજીક હાઇવે પરનો બનાવ

  • અજાણ્યા વાહને બાઈકને મારી ટક્કર

  • બાઈક સવાર યુવાનનું મોત

  • મૃતક યુવાન સજોદ ગામનો રહેવાસી

  • બી ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી

અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર આમલાખાડી ઓવરબ્રિજ પાસે પૂરપાટ ઝડપે પસાર થઈ રહેલા અજાણ્યા વાહન ચાલકે બાઇકને ટક્કર મારતા બાઈક સવાર યુવાનનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું.

અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર અકસ્માતની વધુ એક ઘટના સામે આવી છે. હાઇવે પર આવેલ આમલા ખાડી ઓવરબ્રિજ નજીકથી પસાર થઈ રહેલા અજાણ્યા વાહન ચાલકે બાઈક ચાલકને ટક્કર મારી હતી જેમાં ગંભીર ઈજાના પગલે બાઇક સવાર યુવાનનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. 

બનાવની જાણ થતાની સાથે જ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસ શરૂ કરી હતી જેમાં બાઈક સવાર યુવાન અંકલેશ્વરના સજોદ ગામનો જયેશ રાઠોડ હોવાનું સામે આવ્યું છે.યુવાન નોકરીએ જઈ રહ્યો હતો તે દરમિયાન અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતના પગલે નેશનલ હાઇવે પર ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. અત્રેઉલ્લેખનીય છે કે  તાજેતરમાં જ અંકલેશ્વર નજીક હાઇવે પર ખરોડ ચોકડી પાસે અજાણ્યા વાહનની અડફેટે દઢાલ ગામના બે યુવાનોના પણ મોતની નિપજ્યા હતા.

Latest Stories