/connect-gujarat/media/media_files/2025/07/14/chuyt-2025-07-14-18-34-25.png)
નર્મદા જિલ્લાના દેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને'લાફા કાંડ' સંબંધિત કેસમાં જામીન મેળવવામાં વધુ વિલંબનો સામનો કરવો પડ્યો છે. નીચલી કોર્ટ બાદ સેશન્સ કોર્ટે પણ જામીન નામંજૂર કર્યા છે. ધારાસભ્ય ચૈતર વસાવા પ્રાંત કચેરીમાં લાફાકાંડમાં 5 જુલાઇથી જેલમાં છે.
ચૈતર વસાવાના જામીન નામંજૂર
તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા પોલીસ ફરિયાદ કર્યા બાદ ચૈતર વસાવા વડોદરા સેન્ટ્રલ જેલમાં છે. સરકાર પક્ષે ચૈતર વસાવાના જામીન નામંજૂર કરવા માટે અગાઉના કેસોની રજૂઆત કરાઈ હતી. અગાઉના વર્ષ 2023 ફોરેસ્ટ વિભાગના કેસમાં શરતી જામીન મળ્યા છે અને એડિશનલ કોર્ટમાં કેસ ચાલે છે. જામીન નામંજૂર થતા ચૈતર વસાવાએ હજુ પણ જેલવાસ ભોગવવો પડશે. જામીન અરજી માટે હવે હાઇકોર્ટ પર જામીન માટેની આશા વ્યક્ત કરવામાં આવી છે.